For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પોલીસમાં 12 હજાર એલઆરડી જવાનોની ભરતી કરાશે!

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં 19 નવા પોલીસ સ્ટેશન અને 8 પોલીસ આઉટ પોસ્ટ બનાવવા ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસમાં ભરતીની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં 19 નવા પોલીસ સ્ટેશન અને 8 પોલીસ આઉટ પોસ્ટ બનાવવા ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસમાં ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી આગામી નવેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.

Gujarat Police

પ્રદિપસિંહ જાહેજાએ કરેલી મહત્વની જાહેરાતોમાં રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર સ્તરના નવા ૧૯ પોલીસ સ્ટેશન અને 8 નવી પોલીસ આઉટ પોસ્ટ સ્થાપવા તેમજ આગામી નવેમ્બર મહિનામાં રાજ્ય પોલીસમાં 12 હજાર પદો ઉપર ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, કોરોનાના કારણે પોલીસ તંત્રમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે સરકાર મક્કમ છે. દિવાળીના વેકેશન બાદ નવેમ્બર મહિનામાં 12 હજાર LRD જવાનોની ભરતી માટે ગૃહ વિભાગ અને ભરતી બોર્ડ તૈયારી કરી રહ્યું છે. વધુમાં પ્રદિપસિંહે જણાવ્યુ કે, ૪૭.૧૮ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા ૧૮ નવા પોલસ સ્ટેશનો અને ૮ આઉટ સ્ટેશન પોસ્ટ અપગ્રેડેશનમાં અરવલ્લી જિલ્લમાં ટિટોઈ આઉટ પોસ્ટને પોલીસ ઈન્સ્પેક્ટર સ્તરનુ કરવામાં આવ્યુ છે. જ્યારે બનાસકાંઠામાં પાલનપુર, અમીરગઢ, નવસારીના વિજલપોર, વલસાડમાં વલસાડ ગ્રામ્ય, પારડી, ડુંગરા સ્ટેશનને પણ અપગ્રેડ કરાયા છે.

પ્રદિપસિંહ જાડેજાએ માધપર સ્ટેશનના ઈ-લોકાપર્ણ બાદ મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નવા પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટ માટે ૧૪૦૧ જગ્યાઓ પણ મંજૂર કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં છેલ્લે 2018-19 માં એલઆરડીની ભરતી થઈ હતી.

English summary
12 thousand LRD personnel will be recruited in Gujarat Police!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X