For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: ગુજરાતમાં આજે 1218 દર્દી સાજા થયા, રિકવરી રેટ 81.02%

Good News: ગુજરાતમાં આજે 1218 દર્દી સાજા થયા, રિકવરી રેટ 81.02%

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે, લોકો આર્થિક રીતે પણ પાઈમાલ થઈ રહ્યા છે, બેરોજગારી દર વધ્યો છે, લોકોમાં માનસિક તણાવ વધવાની ફરિયાદો પણ વધી છે. આ બધી મુશ્કેલીઓની વચ્ચે આજે એક પોઝિટિવ સમાચાર પણ આવ્યા છે. આપણા ગુજરાત રાજ્યનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. આજે ગુજરાતમાં કુલ 1218 દર્દી સાજા થયા, આની સાથે જ સાજા થવાનો દર 81.02% છે. અત્યાર સુધીમાં કુલ 82,398 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

coronavirus in gujarat

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ

ગુજરાતમાં આજે કુલ 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા દરરોજ 1160.81 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26,35,369 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે કુલ સમગ્ર ગુજરાતમાંથી 1320 કેસ નોંધાયા છે.

જો કેવોરેન્ટાઈન કરેલા વ્યક્તિઓની સંખ્યા પર નજર ફેરવીએ તો ગુજરાતમાં આજની તારીખે કુલ 5,53,061 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી 5,51,582 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1478 વ્યક્તિઓ સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં છે. હાલના દર્દીઓની વિગતો પર નજર નાખીએ તો કુલ 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16127 દર્દીઓ સ્ટેબલ છે. 82,398 દર્દી ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં કુલ 3078 સંક્રમિતો મૃત્યુ પામ્યા છે.

આજ રોજ રાજ્યમાં નોંધાયેલા કેસ

  • સુરત કોર્પોરેશન- 181
  • અમદાવાદ કોર્પોરેશન- 152
  • રાજકોટ કોર્પોરેશન- 105
  • જામનગર કોર્પોરેશન- 99
  • સુરત- 90
  • વડોદરા કોર્પોરેશન- 89
  • રાજકોટ- 57
  • બાવનગર કોર્પોરેશન- 40
  • વડોદરા- 36
  • પાટણ- 30
  • પંચમહાલ- 29
  • અમરેલી- 26
  • મહેસાણા- 26
  • કચ્છ- 25
  • મોરબી- 25
  • બનાસકાંઠા- 24
  • ગાંધીનગર કોર્પોરેશન- 20
  • નર્મદા- 20
  • અમદાવાદ- 19
  • ભરૂચ- 19
  • ગાંધીનગર- 16
  • ગીર સોમનાથ- 15
  • સાબરકાંઠા- 14
  • સુરેન્દ્રનગર- 14
  • ભાવનગર- 13
  • જૂનાગઢ- 13
  • નવસારી- 13
  • તાપી- 13
  • આણંદ- 12
  • દાહોદ- 12
  • જામનગર- 12
  • દેવભૂમિ દ્વારકા- 10
  • ખેડા- 7
  • મહીસાગર- 7
  • બોટાદ- 6
  • છોટા ઉદેપુર- 6
  • વલસાડ- 6
  • અરવલ્લી- 3

12 કરોડ રોજગાર ગાયબ, સવાલ પુછો તો જવાબ ગાયબ: રાહુલ ગાંધી12 કરોડ રોજગાર ગાયબ, સવાલ પુછો તો જવાબ ગાયબ: રાહુલ ગાંધી

English summary
1218 covid 19 patient recovered in gujarat today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X