ગુજરાતની અડધી ગ્રાહક અદાલતો ન્યાયાધીશ વિના કાર્યરત
ગુજરાતની અડધી ગ્રાહક અદાલતો ન્યાયાધીશ વિના કાર્યરત
- ગુજરાતમાં અડધી ગ્રાહક અદાલતોમાં પૂરતા ડ્યૂડિશિયલ સભ્યો નથી
- માત્ર 13 ગ્રાહક અદાલતમાં જ જજ છે
- વડોદરામાં 5000થી વધુ કેસ પેન્ડિંગ
'જાગો ગ્રાહક જાગો' અભિયાન દ્વારા સરકાર ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ જે ગ્રાહકો પોતાની ફરિયાદ લઈને જાય છે તેમણે ન્યાય માટે લાંબો ઈંતેજાર કરવો પડી રહ્યો છે.
કન્ઝ્યુમર રાઈટ્સ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં ખુલાસો થયો કે રાજ્ય સરકાર દ્વારા 38 ગ્રાહક અદાલતો ફાળવવામાં આવી છે જેમાંની 26 સંપૂર્ણપણે કાર્યરત છે પરંતુ તેમાં પણ સ્ટાફની બહુ કમી છે.

વડોદરાના એક્ટિવિસ્ટ પી.વી. મૂરઝનીએ કહ્યું કે, "છેલ્લા કેટલાક વર્ષથી મને ગ્રાહક અદાલતોમાં સુનાવણી થવામાં બહુ વિલંબ થતો હોવાની ફરિયાદો મળતી હતી. છેલ્લા કેટલાક મહિનાથી ફરિયાદો ખુબ વધી ગઈ હતી, જેથી મેં મે મહિનામાં કોર્ટમાં નિમણૂક અને ખાલી જગ્યા વિશે માહિતી મેળવવા RTI કરી. તાજેતરમાં જ જવાબ મળ્યો તે વાંચી હું ચકિત થઈ ગયો."
તેમણે TOI સાથે વાત કરતા કહ્યું કે તમામ ગ્રાહક અદાલતોમાં એક જિલ્લો જજ અને 2 જ્યૂડિશિયલ સભ્ય હોવા જોઈએ. 26 કાર્યરત અદાલતમાં 26 જજ હોવા જોઈએ, પરંતુ અત્યારે માત્ર 13 કોર્ટમાં જ જજ છે. ઉપરાંત કાર્યરત 26 કોર્ટમાં 52 જ્યૂડિસિયલ સભ્યો હોવા જોઈએ, પરંતુ અત્યારે માત્ર 27 નોન-જ્યૂડિશિયલ સભ્યો જ ઉપલબ્ધ છે.
વધુમાં તેમણે કહ્યું કે જો સરકાર એક અઠવાડિયામાં સમસ્યાનું નિરાકરણ ન લાવે તો હું PIL દાખલ કરીશ. પીવી મૂરઝની મુજબ વડોદરા ખાતે ગ્રાહક અદાલતમાં 5000 કેસ પેન્ડિંગ પડ્યા છે જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટમાં 4000 કેસ પેન્ડિંગ પડ્યા છે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
