રાજ્ય સરકાર દ્વારા રમત ગમત સ્પર્ધામાં અપાતી ઇનામી રકમમાં કરાયો વધારો
ગીરનાર અરોહણ અને અવરોહણ અને તરણ સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીને મળશે. લાભ
રાજ્યમાં યોજાતી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા અને ગીરનાર આરોહણ અવોવહણ સ્પર્ધામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ નિવેદન આપતા રામત ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ અગે જાહેરાત કરી હતી.

જૂનાગઢ ગિરનારમાં આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં જે પહેલા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 66 હજાર આપવામાં આવતા હતા તેમા 7,74,000 નો વધારો કરીને 8,40,000 કરવામાં આવી છે. અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ માં 5,50.000 થી વધારીને 19,00,000 કરવામાં આવ્યો છે જેમાં 13,50.000 વફરો કરવામાં આવ્યો છે. વિર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં 2,20,000 નો વધારો કરવામાં આવ્યો છે.
વિધાનસભા સત્ર દરમિયાન રમત ગમત મંત્રી હર્ષ સંઘવી નું વિધાનસભા નાં નિયમો ના નિયમ 44 હેઠળ નું નિવેદન કરવામાં આવ્યું, તેમણે જણાવ્યું કે આપણું ગુજરાત રાજ્ય અન્ય ક્ષેત્રની જેમ સાહસિક સ્પર્ધાઓ ક્ષેત્રે અગ્રેસર રહે અને દેશને એક નવીન રાહ ચીંધે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત અને દેશના યુવાઓ વધુને વધુ સાહસિક બને તે હેતુ આયોજન કરવામાં આવતી વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા અને રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ સ્પર્ધાના સ્પર્ધકોની ઈનામી રકમમાં ઘણા વર્ષોથી વધારો કરવામાં આવેલ નહોતો, તેમણે વધુ માં જણાવ્યું કે ગૃહમાં મને પૂછાયેલ એક તારાંકિત પ્રશ્નના અનુસંધાને અત્યારે એક જાહેરાત કરતાં હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે મેં ગૃહમાં ખાતરી આપી હતી તેને મંજૂરી માટે અમારી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે તાત્કાલિક ધોરણે અગ્રતા આપી. જેમાં નાણાં વિભાગનો સત્વરે સહયોગ પ્રાપ્ત થયો અને ૨૪ કલાકની અંદર ઉપર જણાવેલ સ્પર્ધાઓની રકમમાં વધારો કરવાની મંજૂરી આપી છે.












Click it and Unblock the Notifications
