RTE માં રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ ૧,૩૮૬ બાળકોને પ્રવેશ
RTE એક્ટ-૨૦૦૯ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. ૦૪/૦૫/૨૦૨૩ અને બીજો રાઉન્ડ તા. ૨૯/૦૫/૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંન્ને રાઉન્ડમાં ૫૯,૮૬૯ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. જેમાંથી ૫૧,૫૨૦ જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે. RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ તા.૨૩/૦૬/૨૦૨૩ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ ૧,૩૮૬ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૩૦/૦૬/૨૦૨૩, શુક્રવાર સુધીમાં સંબંધિત શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર RTE ACT-૨૦૦૯ની કલમ ૧૨.૧(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી ૩૧,૬૦૯ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી.
પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૮,૩૧૯ અરજદારોને શાળાઓની તા. ૧૯/૦૬/૨૦૨૩ થી તા. ૨૧/૦૬/૨૦૨૩ દરમિયાન પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ ૩,૪૮૭ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી, જ્યારે બાકીના ૪,૮૩૨ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી












Click it and Unblock the Notifications
