For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેન કરી પહિંદ વિધિ, શરૂ થઇ જગતના નાથની નગરયાત્રા

|
Google Oneindia Gujarati News

હરીભક્તો જે દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા જગતના નાથ ભગવાન જગનન્નાથની નગરયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. આજે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પહિંદની વિધિ કરવામાં આવી હતી. જે બાદ ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રા અને ભાઇ બાલભદ્રજીને રથમાં બેસાડીને તેમની આ નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી.

rath yatra latest update in gujarati

નોંધનીય છે કે આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં હરી ભક્તો જોડાયા હતા. તથા સવારે મંગળા આરતી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રમુખ અમિત શાહના હસ્તે કરવામાં આવી હતી. આ વખતની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા સમતે ભારતભરમાંથી આવેલા 2000 વધુ સંતો અને હરિભક્તો જોડાયા હતા.

નોંધનીય છે કે 1200 ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવી રહેલો ભગવાન જગન્નાથનો આ રથ આખો દિવસ નગરયાત્રા કરીને રાત્રે મંદિર પરત ફરશે. ત્યારે આ સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલિસ દ્વારા ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં હરિ ભક્તો પણ ધીરે ધીરે આ નગર યાત્રામાં જોડાઇ રહ્યા છે.

English summary
139 Rath Yatra started, CM Anandiben Patel Do Pahind Vidhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X