14 August Covid Update : છેલ્લા 24 કલાકમાં નોંધાયા 14,092 નવા કેસ, 49 લોકોના મોત

કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે રવિવારના રોજ થોડો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 14 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશની અંદર કોરોનાના 14,092 નવા કેસ નોંધાયા છે.

14 August Covid Update : ભારતમાં હજૂ પણ કોરોના વાયરસ રોગચાળાનો ખતરો છે. સરકારના લાખો પ્રયાસો બાદ પણ કોરોના વાયરસની મહામારી હજૂ સુધી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ નથી. જોકે, કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે રવિવારના રોજ થોડો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 14 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશની અંદર કોરોનાના 14,092 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના 14 હજાર 92 નવા કેસ નોંધાયા

કોરોનાના 14 હજાર 92 નવા કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી 13 ઓગસ્ટના રોજ કોરોના વાયરસના 15,815 કેસ નોંધાયા હતા. જ્યારે 12 ઓગસ્ટનારોજ કોરોનાના 16,561 નવા કેસ નોંધાયા હતા.

આવા સમયે, કોરોના વાયરસથી 49 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારાઆજે એટલે કે 14મી ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા થોડી રાહત આપવાના છે.

વાસ્તવમાં, આજે જાહેર કરાયેલા આંકડાઓઅનુસાર, કોરોનાના 14 હજાર 92 નવા કેસ નોંધાયા છે. આવા સમયે, દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1,16,861 છે.

કોવિડ રસીના 207.99 કરોડ ડોઝ આપવામાં આવ્યા

કોવિડ રસીના 207.99 કરોડ ડોઝ આપવામાં આવ્યા

જોકે, રાહતની વાત એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સાજા થવાના દરમાં ફરી એકવાર વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનાજણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4,36,09,566 છે. આવા સમયે, કોરોનાથીમૃત્યુઆંક 5,27,037 છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 207.99 કરોડડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 565 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 891 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ, ભાવનગર અનેમહેસાણામાં 1-1 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4205 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4205 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,990 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,49,659 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4205 થઇ છે. જેમાંથી 18 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,98,76,902 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,98,76,902 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.80 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,89,546 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 11,98,76,902 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X