ગુજરાત નજીક 90 કિલોગ્રામ ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ, ભારતીય કોસ્ટ ગાર્ડની કાર્યવાહી
Gujarat News: નાર્કોટિક્સ બ્યુરો અને ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે.
ANIના અહેવાલ મુજબ એજન્સીઓ છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન ચલાવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 એપ્રિલના રોજ ગુજરાત પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબનો પર્દાફાશ કર્યો હતો. NCBએ જણાવ્યું કે, ઓપરેશન લેબોરેટરી-1 હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં લગભગ 300 કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરવામાં આવી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાં ત્રણ અત્યાધુનિક લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં હજુ પણ રેડ કરવામાં આવી રહ્યા છે.
રાતોરાત ચાલેલા આ મલ્ટિસ્ટેટ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 149 કિલો મેફેડ્રોન, 50 કિલો એફેડ્રિન અને 200 લિટર એસિટોન જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં સાત લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કેસમાં કાર્યવાહી કરતી વખતે, NCBએ કિંગપીનની પણ ઓળખ કરી છે.
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ બાબતે જણાવ્યું હતું કે, લગભગ બે મહિના પહેલા એટીએસને માહિતી મળી હતી કે, બે લોકો નશા બનાવવા માટે ક્યાંકથી કાચો માલ મંગાવી રહ્યા છે. આવા સમયે, આ માહિતીના આધારે, NCB અને ATSએ સંયુક્ત રીતે ચાર સ્થળોએ રેડ કરવામાં આવી છે, અને કુલ 230 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા.












Click it and Unblock the Notifications
