અમદાવાદ શહેરમાં 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદમાં ટ્રાફિકની વ્યવસ્થા સતત ખોરવાઇ રહી છે અને પોલીસ સતત પ્રયત્ન કરવા છંતાય, નિષ્ફળ થઇ રહી છે. ત્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એ કે સીંગ દ્વારા અમદાવાદ શહેરમાં કાર્યરત પોલીસ સ્ટેશનોને પુનઃ ગઠન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં કુલ 14 પોલીસ સ્ટેશનોની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ahmedabad

ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અમદાવાદના વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદનો અને એસ જી હાઇવે પર 100 મીટર સિવાયના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નારણપુરા, નવરંગપુરા, રીવરફ્રન્ટ (ઇસ્ટ) અને ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનની હદ સમાવવામાં આવી છે. જ્યારે એસ જી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં નિરમા યુનિવર્સીટીથી લઇને થલતેજ ચાર રસ્તા એસ જી હાઇવે તથા બંને બાજુના 100 મીટરના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એસજી હાઇવે 02 નંબરના પોલીસ સ્ટેશનમાં થલતેજ ચાર રસ્તાથી લઇને સનાથલ ચાર રસ્તા સુધીનો એસ જી હાઇવે સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની બંને બાજુ 100 મીટરના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાંરજ, શાહપુર, કાલુપુર, શહેર કોટડા, ખાડીયા, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદનો સમાવેશ કરવામાં આવ્યો છે. એફ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દરિયાપુર અને શાહીબાગ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સરદારનગર, નરોડા, કૃષ્ણનગર, મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એચ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર, બાપુનગર, રખિયાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઓઢવ, નિકોલ, અમરાઇવાડી, ખોખરા અને રામોલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. જ્યારે ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વટવા, વટવા જીઆઇડીસી, મણિનગર, ઇસનપુર પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો છે. ડ્યારે કે ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દાણીલીમડા નારોલ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો છે. એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં માધુપુરા, સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદ સમાવવામાં આવી છે.

એમ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વેજલપુર, વાસણા, એલીસબ્રીજ, સરખેજ અને રીવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસ સ્ટેશનની હદનો સમાવેશ કરાયો છે અને એન ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સેટેલાઇટ આનંદનગર પોલીસ સ્ટેશનની હદ સમાવેશ કરાઇ છે. આમ, હવે સમગ્ર અમદાવાદમાં કોઇ માર્ગ અકસ્માતને લગતા બનાવો બનશે તો ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

English summary
14 traffic police station will be started in ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.