• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અડાલજની વાવ ખાતે શાહરૂખ પઢશે નિકાહ, સુરક્ષાનો ચુસ્ત બંદોવસ્ત

|

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અડાલજની વાવ ખાતે શાહરૂખ પઢશે નિકાહ, સુરક્ષાનો ચુસ્ત બંદોવસ્ત

અડાલજની વાવ ખાતે શાહરૂખ પઢશે નિકાહ, સુરક્ષાનો ચુસ્ત બંદોવસ્ત

અમદાવાદમાં પોતાની આવનારી ફિલ્મ રઇસના શૂટિંગ માટે આજે શાહરૂખ ખા અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન આજે અડાલજની વાવ પહોંચશે જ્યાં તેમનો નિકાહનો સીન શૂટ થઇ. જો કે ગત રાતે શાહરૂખ ખાનની કાર પર બજરંદળ દ્વારા પથ્થરમારો થતા ચાંપતો પોલિસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. 1 ડીવાએસપી, 2 પીઆઇ, 10 પીએસઆઇ અને 150 કોસ્ટેબેલ અને હોમગાર્ડની ટીમ આ માટે મોકલવામાં આવી છે.

શાહરૂખની ગાડી તોડફોડ કેસમાં બજરંગદળના પ્રમુખ અટક

શાહરૂખની ગાડી તોડફોડ કેસમાં બજરંગદળના પ્રમુખ અટક

અભિનેતા શાહરૂખ ખાનની કાર ઉપર પથ્થરમારો કરવાના મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બજરંગ દળના પ્રમુખ અને કાર્યકર્તાઓની અટકાયત કરી છે. જેમાં પ્રમુખ જવલિત મહેતા અને નિલેશ આરિયાની અટકાયત કરાઇ છે. પોલીસે રાયોટિંગ અને જાહેરભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા પાટીદાર નેતા રેશ્મા પટેલની કલેક્ટર કચેરી ખાતેથી અટકાયત

મહિલા પાટીદાર નેતા રેશ્મા પટેલની કલેક્ટર કચેરી ખાતેથી અટકાયત

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ તેમજ અન્ય પાટીદાર યુવાનોને છોડાવવા માટે મહિલા પાટીદાર નેતા રેશ્મા પટેલે અમદાવાદ કલેકટર કચેરીએ પહોંચીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ રેશ્મા પટેલે મીડિયા સમક્ષ ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી કે મંજૂરી નહીં મળે તો પણ અમે ક્લેક્ટર કચેરી ખાતે ધરણા કરીશું. જો બાદ રેશ્મા પટેલ અને અન્ય પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી.

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી "નો વ્હિકલ ડે" અભિયાનનો થયો ફિયાસ્કો

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી નો વ્હિકલ ડેનો પ્રારંભ થયો હતો, પરંતુ તેમાં માત્ર કુલપતિ તેમજ સ્ટાફના અન્ય લોકોએ જ તેનો અમલ કર્યો હતો. જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના વાહનો લઈને આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છે કે ગત ત્રીજી ફેબ્રુઆરીએ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલવા માટે શહેરના મેયર ગૌતમ શાહ, યુનિ. કુલપતિ ડો.એમ.એન.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે દરેક મહિનાની 1 તારીખ અને 15મી તારીખે "નો વ્હીકલ ડે"નો અમલ કરવો તેમ નક્કી કરવામાં આવ્યું હતું.

સુરત બીજેપની પૂર્વ કોર્પોરેટરના પતિનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

સુરત બીજેપની પૂર્વ કોર્પોરેટરના પતિનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

સુરત બીજેપીના પૂર્વ કોર્પોરેટર પ્રીતિ પટેલના પતિ અશોક પટેલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા અનેક તર્તવિતર્ક વહેતા થયા હતા. વળી ઘટનાને કવર કરનાર મીડિયા સાથે પણ પ્રીતિના પરિવારજનો હાથફાઇ કરી હતી. વર્ષ 2010 થી 2015 સુધી સુરત મનપાના બીજેપી કોર્પોરેટર રહી ચૂકેલી અને ગત મનપાની ચૂંટણીમાં અપક્ષમાંથી લડનાર પ્રીતિ પટેલનાં પતિએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે લઇ જવાયા હતા અને સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ.

પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આવક 33 કરોડે પહોંચી

પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આવક 33 કરોડે પહોંચી

બાર સ્વ્યંભૂ જ્યોર્તિલિંગ પૈકીના ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની વાર્ષિક આવક 33 કરોડે પહોંચી છે. જેના કારણે હવે સોમનાથ મંદિર ગુજરાતનું બીજા નંબરનું સૌથી ધનિક મંદિર બન્યુ છે. વર્ષ 2014ના આંકડા પ્રમાણે સોમનાથ મંદિર પાસે 113 કરોડની આવક હતી જેમાં આ વર્ષે 20 કરોડનો વધારો થયો છે. જોકે ગુજરાતના સૌથી ઘનાઢ્ય મંદિરમાં પ્રથમ સ્થાને હજી પણ અંબાજી મંદિર જ છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રથમવાર શરૂ થશે સફાઇ કાર્યકર તાલીમનો નવો કોર્સ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રથમવાર શરૂ થશે સફાઇ કાર્યકર તાલીમનો નવો કોર્સ

મ.સ.યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખતા સેન્ટર ઓફ લાઇફલોંગ લર્નિંગ એન્ડ એકસટેન્શનમાં સફાઇ કાર્યકર તાલીમ માર્ચના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે. આ કોર્સની વિશેષતા એ છે કે કોઇપણ વ્યકિતને જનરલ સફાઇ, હોસ્પિટલ, હોટલ અને ઘરમાંથી કચરાને એકત્રિત કરવા, મોં પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ પહેરવા, મેડિકલ વેસ્ટને અલગ કરી યોગ્ય રીતે નિકાલ કરવી સહિતની 15 કલાકની તાલીમ આપવામાં આવશે. આ કોર્સની ફી નજીવી રહેશે તેમ પણ મેનેજમેન્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું.

નલિયામાં એરફોર્સના સાત જવાનોએ નશામાં ધૂત થઈ મચાવી અફરાતફરી

નલિયામાં એરફોર્સના સાત જવાનોએ નશામાં ધૂત થઈ મચાવી અફરાતફરી

કચ્છના અબડાસા તાલુકાની સીમા પાસે આવેલા ખારોઇ ગામમાં નલિયા એરફોર્સના સાત જવાનોએ નશામાં ધૂત થઈને ગામમાં આડેધડ ફોર વ્હિલર ચલાવી આતંક મચાવ્યો હતો. તેમજ એક મહિલાને ઇજા પહોંચાડી હતી. સાતમાંથી પાંચ જવાનોને રોષે ભરાયેલા ગ્રામીણો, વાયોર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા જ્યારે બે જવાનો ભાગી ગયા હતા.

ભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર ધામ ખાતેથી રાજય સરકાર દ્વારા ઉત્સવનો પ્રારંભ

ભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર ધામ ખાતેથી રાજય સરકાર દ્વારા ઉત્સવનો પ્રારંભ

ભાવનગરના રાજપરા ખાતે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ખોડિયાર ઉત્સવની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગરના પ્રસિદ્ધ ખોડિયાર મંદિરે છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં ખોડીયાર ઉત્સવનો ત્રીજા વર્ષે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાંના હસ્તે ખૂલ્લો ઉદ્ધાટિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી,બાબુભાઈ જેબલિયા,આત્મારામ પરમાર,મનસુખ માંડવીયા અને મેયર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ખોડીયાર ઉત્સવનો હેતુ ગુજરાતની પારંપરિક અને ધાર્મિક સંસ્કૃતિ જાળવવાનો છે

1200 કરોડની ઓફરના મુદ્દે પાટીદાર વિચાર મંચના કન્વીનર પ્રવીણ મોરડિયાનો હાર્દિક પર વળતો પ્રહાર

1200 કરોડની ઓફરના મુદ્દે પાટીદાર વિચાર મંચના કન્વીનર પ્રવીણ મોરડિયાનો હાર્દિક પર વળતો પ્રહાર

સરકાર દ્વારા અનામત આંદોલન સમેટવા 1200 કરોડનો પ્રસ્તાવ આવ્યો હોવાના હાર્દિક પટેલના પત્રમાના ઉલ્લેખ બાદ આ મુદ્દે પાટીદાર વિચાર મંચના કન્વીનર પ્રવિણ મોરડીયાએ પત્ર લખીને હાર્દિક પાસે ખુલાસો માંગ્યો છે. તેમણે લાજપોર જેલમાં કેદ હાર્દિકને પત્ર લખી 1200 કરોડનો પ્રસ્તાવ મૂકનારા આઈએએસ અધિકારીનું નામ જાહેર કરવા અપીલ કરી છે.સાથે સાથે જ ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષના હોદ્દાની ઓફર કોણે કરી હતી તે પણ પૂછ્યું હતું. અને તેમણે હાર્દિક પાસે અનામત આંદોલનના નામે ઉઘરાવાયેલા ફંડનો હિસાબ માંગ્યો છે.

રાજકોટમાં મહિલા બૂટલેગરની હત્યા કરીને ફેંકી દેનાર પ્રેમીને પોલીસે ઝડપ્યો

રાજકોટમાં મહિલા બૂટલેગરની હત્યા કરીને ફેંકી દેનાર પ્રેમીને પોલીસે ઝડપ્યો

રાજકોટમાં ચકચાક મચાવનાર મહિલા બૂટલેગરની હત્યાના કેસમાં પોલીસે આરોપી મૂકેશ રામને ઝડપી લીધો હતો. મહિલા બુટલેગર રેશ્મા કેતનભાઇ ઠાકરની લાશ તેના ઘરના ભૂગર્ભ ગટરના ટાંકામાંથી મળી આવી હતી. રેશ્માની હત્યા કનાર પ્રમી મૂકેશ રામને થોડા દિવસ બાદ જ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં મૂકેશે કબૂલ્યું હતું કે રેશમા વારંવાર પૈસાની માંગણી કરતા હોવાથી તેણે તેની હત્યા કરી હતી.

પાટીદારોને મુક્ત કરાવવા ઉપવાસ પર બેઠેલા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના યુવાનની તબિયત લથડી

પાટીદારોને મુક્ત કરાવવા ઉપવાસ પર બેઠેલા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના યુવાનની તબિયત લથડી

પાટીદાર આગેવાનોને જેલમાંથી મુક્ત કરાવવા માટે વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા એક યુવાનની તબિયત લથડી હતી અને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનની માંગણી છે કે હાર્દિક સહિતના પાટીદારોને જેલમાંથી મુક્ત કરવામાં આવે. જો કે હાલ તેની સ્થિતિ સુધાર પર છે.

સુરતમાં યોજાયેલી મેરેથોનમાં અક્ષય કુમાર બન્યો મહેમાન

સુરતમાં યોજાયેલી મેરેથોનમાં અક્ષય કુમાર બન્યો મહેમાન

રવિવારે સુરત શહેરમાં આયોજિત થયેલી નાઇટ મેરેથોનમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર મેહમાન બન્યો હતો. નાઇટ મેરેથોનનું ફ્લેગ ઓફ એરલિફ્ટની જોડી અક્ષય કુમાર અને નિમરત કૌર દ્વારા કરવામાં આવ્યું હતું.. સુરતના લોકો આરોગ્ય પ્રત્યેજાગૃત છે તે બબાતને અક્ષયે આવકારી હતી.

English summary
15 February: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more