Junior Clerk Paper Leak : જુનિયર ક્લાર્ક પેપર લીક મુદ્દે 15 શકમંદોની ધરપકડ
Junior Clerk Paper Leak : ગુજરાતમાં જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા પેપર લીક થયા બાદ રદ્દ કરવામાં આવી છે. ATSએ આ કેસમાં 15 શકમંદોની પણ ધરપકડ કરી છે. આરોપીઓના વાયર અનેક રાજ્યો સાથે જોડાયેલા હોવાની આશંકા છે.
Junior Clerk Paper Leak : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક પ્રતિયોગી પરીક્ષા રવિવારના રોજ પેપર લીક થવાને કારણે રદ્દ કરવામાં આવી છે. જે બાદ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા આ મામને સંડોવાયેલા 15 શંકમંદોની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાક શકમંદો વડોદરાના છે અને મુખ્ય કાવતરાખોર પણ ઓડિશાની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીકમાં શામેલ હોવાની આશંકા છે.
પોલીસની પાંચ ટીમો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં સંડોવાયેલા વધુ શકમંદોને પકડવા માટે પોલીસની પાંચ ટીમો મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે GPSSB સેક્રેટરીએ એક નિવેદન બહાર પાડીને પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. બોર્ડે પેપર લીકની જાહેરાત કરી અને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ન આવવા અપીલ કરી ત્યાં સુધીમાં ઘણા લોકો આવી ચૂક્યા હતા.
9 લાખથી વધુ લોકોએ કરી હતી અરજી
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે કુલ 9,53,000 ઉમેદવારોએ 1,150 જગ્યાઓ માટે અરજી કરી હતી. આ પરીક્ષા સમગ્ર રાજ્યના 2,995 કેન્દ્રો પર યોજાવાની હતી, જેના માટે 70,000 પરીક્ષા સ્ટાફ અને 7,500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
