મોદી સાથે 6 કેબિનેટ, 10 રાજ્યકક્ષાના પ્રધાનો શપથ લેશે

પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ મુખ્યમંત્રી એકલા જ શપથ લેશે તેવું આયોજન કરવાની ગોઠવણી ચાલી રહી હતી. હવે તેમની સાથે 6 કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને 10 રાજ્ય કક્ષાના મંત્રીઓ શપથ લેવાના છે તેવા અહેવાલો મળી રહ્યા છે.
સૂત્રના જણાવ્યા અનુસાર મંત્રીમંડળમાંથી વજુભાઇ વાળા અને નરોત્તમ પટેલને પડતા મૂકવામાં આવે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 5 પ્રધાનો લેવામાં આવ્યા હોવાની ચર્ચા છે.
કેબિનેટ કક્ષાના મંત્રીઓની યાદીમાં સંભવિત નામોમાં આનંદીબેન પટેલ, નીતિન પટેલ, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બાબુભાઇ બોખિરીયા, રમણભાઇ વોરાનો સમાવેશ થાય છે.
રાજ્ય કક્ષાના મંત્રીઓના સંભવિત નામોમાં પુરસોત્તમ સોલંકી, વસુબેન ત્રિવેદી, નાનુભાઇ વાનાણી, જયંતિભાઇ કવાડિયા, ગોવિંદભાઇ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ગણપત વસાવા, લીલાધર વાઘેલા, પરબતભાઇ પટેલનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
