બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો 17.5 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી એન્ટીબાયોટીક દવાઓના સ્થળો પર રાજ્યવ્યાપી રેડ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂપિયા 17.5 લાખની કિમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બનાવટી દવાઓ વેચતા તત્વોની અટકાયત કરી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકો ની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે, તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે, જેના ભાગરૂપે અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂપિયા 17.5 લાખ કિમતનો જથ્થો જપ્ત કરાયો છે.
કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ વિભાગ-૧ ને મળેલ બાતમી આધારે અમદાવાદ વિભાગના ઔષધ નિરીક્ષકો દ્વારા જે. એ. પટેલ, નાયબ કમિશનર (આઈ.બી.) અને અશ્વિન રાદડિયા, મદદનીશ કમિશનર, અમદાવાદ વિભાગ 1ની દેખરેખ હેઠળ સફળ રેડ કરી ખાડીયા વિસ્તારમાં રહેતા ખિમારામ સોદારામ કુમ્હાર, રહે. હાઉસ નંબર 1722, બીજો માળ, વાડા પોળ, ખાડીયા, અમદાવાદ પાસે થી POSMOX CV 625 (Amoxicillin and Potassium Clavulanate with Lactic Acid Bacillus Tablet) દવાનો કુલ 99 બોક્ષ (10 x 10 ટેબલેટ) કુલ રૂપિયા 261250નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેની પ્રાથમિક તપાસ કરતા તે બનાવટી હોવાનું જણાઈ આવ્યું છે. આ દવાઓ ની પ્રાથમિક તપાસમાં આ દવાઓ ના ઉત્પાદક M/s. D G Pharmaceuticals, Baddi, Himachal Pradesh હોવાનું જાણવા મળ્યુ હતું, જે બાબતે ડ્રગ કંટ્રોલર, હિમાચલ પ્રદેશ સાથે કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા પૃચ્છા કરતા આવી કોઇ ઉત્પાદક પેઢી અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું છે.
ખિમારામ સોદારામ કુમ્હારની સઘન પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરા, રહે. 20, રાજનગર સોસાયટી, વટવા, અમદાવાદ નામના વ્યકિતપાસેથી ખરીદો હતો. અધિકારીઓ દ્વારા અરુણકુમાર રાજેન્દ્રસિંહ અમેરાની પુછપરછ કરતા તેઓએ સદર દવાનો જથ્થો વિપુલ દેગડા, રહે. જે - 402, શાકુંતલ એપાર્ટ્મેંટ, રાજધાની બંગ્લોઝની બાજુમાં, ઇસનપુર, અમદાવાદ નામના વ્યકિત પાસેથી ખરીદો હતો. તેના રહેઠાણની ભાળ મેળવી અમદાવાદના ઔષધ નિરીક્ષક દ્વારા તપાસ કરતા વિપુલ દેગડા પાસેથી જુદી જુદી 5 (પાંચ) બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવી છે, જેની કુલ કિંમત રૂપિયા 483300 થવા જાય છે, તે જપ્ત કરેલ છે. વિપુલ દેગડા દ્વારા આ દવાઓ દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ, રહે. 1, પારુલ સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશન પાસે, નવરંગપુરા, અમદાવાદ પાસેથી વગર બીલે મેળવ્યો હતો, જે બાબતે દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ દ્વારા ઇન્કાર કરતાં વધુ તપાસ ચાલુ છે.
તેમણે ઉમેર્યુ કે, વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા તેઓએ આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું છે. આથી કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યની વડી કચેરીના માર્ગદર્શન હેઠળ રાજયના વિવિધ શહેરો નડિયાદ, સુરત, દાણીલીમડા, સરખેજ, રાજકોટમાં રેડ કરીને આશરે રૂપિયા 10.50 લાખનો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન, 1940ની ધારા કલમ-18 (સી) અને તે અન્વયેના નિયમોના ભંગ બદલ આ ઇસમો સામે આગળ ની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ વ્યકિતઓ પૈકી અમુક બેનામી કંપનીઓના મેડીકલ રિપ્રેઝેન્ટેટીવ તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડૉકટર્સને પહોંચાડતા હતા, પરંતુ આ વ્યકિતઓ દ્વારા વધુ માહિતી ન આપતા તેમની અટકાયત કરી તેમને ઇસનપુર પોલીસ સ્ટેશન ને સોંપીને તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ દવાઓ જીવન રક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી હોઇ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?












Click it and Unblock the Notifications
