For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોડ, વડોદરામાંથી નૉન-વેજની લારીઓ હઠાવવા સામે 17 લાખ ફેરિયાઓની આંદોલનની ચીમકી - TOP NEWS

રાજકોડ, વડોદરામાંથી નૉન-વેજની લારીઓ હઠાવવા સામે 17 લાખ ફેરિયાઓની આંદોલનની ચીમકી - TOP NEWS

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં નૉન-વેજ, ઈંડાં અને ફાસ્ટ ફૂટની લારીઓ ચલાવતા 17 લાખ જેટલા ફેરિયાઓએ વડોદરા, રાજકોટ અને જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ ફેરિયાઓએ કહ્યું છે કે જો વડોદરા, રાજકોટ અને જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન લારીઓને હઠાવવાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલન કરશે.

ભાજપશાસિત મ્યુનિસિપલ કૉર્પોરેશન્સે રસ્તા પર ઈંડાંની અને નૉન-વેજ વાનગીઓ વેચતા ફેરિયાઓને હઠાવવાની ઝુંબેશ શરૂ કરી હતી.

અહેવાલ મુજબ સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશન પોતાના નિર્ણયને પાછો ખેંચે એવું લાગતું નથી, અને રેવન્યુ અને મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તો બીજી તરફ પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે આ નિર્ણય કૉર્પોરેશનના અધિકારીઓનું હોવાનું જણાવ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય ભાજપનો નથી.

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે ફ્રી પ્રેસ જર્નલને જણાવ્યું, "હાલ રાજ્યકક્ષાએ આ નિર્ણય અમલમાં નથી લેવાયો. આ સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેટર્સના અંગત વિચારો હશે અને રાજ્યના સ્તરે ભાજપની આવી કોઈ યોજના નથી."


મહારાષ્ટ્રના અમરાવતીમાં લઘુમતી કોમની દુકાનોને નિશાન બનાવાઈ?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના અમરાવતીમાં ભાજપ દ્વારા અપાયેલા બંધના એલાન બાદ આગચંપી અને તોડફોડમાં મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી.

કોતવાલી વિસ્તારમાં થયેલી હિંસા સંદર્ભે પોલીસ અધિકારીઓ કહ્યું હતું કે પોલીસકર્મીઓ કરતાં ભાજપ, બજરંગદળ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોની સંખ્યા ઘણી વધારે હતી.

તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, રાજકમલ ચોક પર એ લોકો ભેગા થયા હતા. ભીડમાંથી અમુક લોકો હિંસક થઈ ગયા, બે દુકાનો સળગાવી અને અન્ય કેટલીક દુકાનોને નુકસાન પહોંચાડ્યું, વાહનોને પણ આગ ચાંપી હતી.

તેમનું કહેવું છે કે આગચંપી અને તોડફોડના લગભગ બધા પીડિતો લઘુમતી સમુદાયના છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=mYnuL9PTFAg&t=7s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
17 lakh hawkers protest against removal of non-wage lorries from Rajkod, Vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X