અમદાવાદના ૧૮૦૦ મતદાન મથક સંવેદનશીલ

પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોની માહિતી એકઠી કરી અત્યારથી જ ત્યાં ખાસ પ્રકારની તકેદારી રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી ચૂંટણી વખતે મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અણછાજતો બનાવ બનવા ના પામે. બે મહિનાથી પોલીસ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી રહી છે અને અમદાવાદના તમામ બુથોની સમીક્ષા કરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન 2007 અને 2009માં જે બુથોને સવંદેનશીલ જાહેર કરવામાં આવ્યાં હતા તેમનો તથા 2008માં જાહેર થયેલા નવા સીમાંકન પ્રમાણેના બુથોની અભ્યાસ કરવામાં આવ્યો હતો અને યોગ્ય ચકાસણી હાથ ધરીને મતદાન બુથોની સમીક્ષા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
