For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં નવા 19 પોલીસ સ્ટેશન અને 8 નવી આઉટ પોસ્ટ બનાવાશે!

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે રાજ્યમાં 19 નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે. આ સિવાય આઠ નવી આઉટ પોસ્ટ શરૂ કરવામાં આવશે. આ પોલીસ સ્ટેશન અને ચોકીઓની સુવિધા સુનિશ્ચિત કરવા માટે 47.18 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે રાજ્યમાં 19 નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે. આ સિવાય આઠ નવી આઉટ પોસ્ટ શરૂ કરવામાં આવશે. આ પોલીસ સ્ટેશન અને ચોકીઓની સુવિધા સુનિશ્ચિત કરવા માટે 47.18 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમવારે આ મહત્વની જાહેરાત કરી હતી. તેઓ કચ્છ જિલ્લામાં માધાપર પોલીસ સ્ટેશનના ઈ-લોન્ચિંગ સમારંભને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ નવા પોલીસ સ્ટેશનો અને આઉટ પોસ્ટ પર પોસ્ટિંગ માટે 1401 નવી પોસ્ટ બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

Pradipsinh Jadeja

જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને સરકારે હવે આ નિર્ણય લીધો છે, જેથી લોકોને તેમના ઘરની નજીક વધુ સારી પોલીસ સેવા મળી શકે. આ અંતર્ગત વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ અને ભરૂચ જિલ્લામાં 19 નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે.

સૌથી વધુ સુરતમાં 5 પોલીસ સ્ટેશન શરૂ કરાશે. જેમાં વેસુ, સારોલી, પાલ, ઉત્તરાણ અને અથલાણામાંનો સમાવેશ થાય છે. સુરત ગ્રામ્યમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે, જેમાં અનાવલ, માધી, ઝંખવાવનો સમાવેશ થાય છે. આ માટે 586 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. વડોદરા શહેરમાં અકોટા, કપુરાઈ, કુંભારવાડા અને અટલાદરા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે, જેના માટે 300 પોસ્ટ મંજૂર કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્યમાં જેતપુર, ઉદ્યોગનગર, ધોરાજી તહસીલ પોલીસ સ્ટેશન અને ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ માટે 211 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પાનોલી અને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશન શરૂ થશે. આ માટે 140 પોસ્ટ મંજૂર કરવામાં આવી છે. વલસાડના ઉમરગામમાં નવું પોલીસ સ્ટેશન શરૂ થશે. આ માટે 71 નવી પોસ્ટને મંજૂરી આપવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં વલસાડ ગ્રામ્ય, પારડી અને ડુંગરા પોલીસ સ્ટેશન, નવસારી જિલ્લામાં વિજલપોર અને બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પોલીસ સ્ટેશન અને અમીરગઢ પોલીસ સ્ટેશન હાલમાં PSI કક્ષાના છે. તેને PI સ્તર પર અપગ્રેડ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાની ટીટોઇ આઉટ પોસ્ટને PI કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ માટે 71 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
આઉટપોસ્ટના વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના મોટવાન, આંડાડા, સુરત જિલ્લાના ઉમરા અને કોસંબા નેશનલ હાઇવે પર નવી આઉટ પોસ્ટ શરૂ કરવામાં આવશે.

English summary
19 new police stations and 8 new outposts will be set up in Gujarat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X