રાજ્યમાં 2 લાખ 89 હજાર યુવાનો બેરોજગાર, 5 વર્ષમાં દોઢ લાખ લોકોને મળી સરકારી નોકરી
રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરકાર દ્વારા આવતી લાખો અરજીઓના સંદર્ભમાં જણાવ્યું હતું કે, દરેક યુવાનો પહેલા કરતા વધુ સારા અને ઉચ્ચ પદની ઝંખના કરે છે. જે કારણે પરીક્ષાઓમાં લાખોની સંખ્યામાં અરજીઓ આવે છે.
ગુજરાતમાં બેરોજગારોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં હાલ અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા 2 લાખ 83 હજાર છે. આ સાથે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં દોઢ લાખ લોકોને સરકારી નોકરી આપી છે. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુતે વિધાનસભામાં જણાવ્યું હતું કે, શિક્ષિત બેરોજગારોની સંખ્યા 2 લાખ 70922 છે, જ્યારે અર્ધ શિક્ષિત 12218 છે.

રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરકાર દ્વારા આવતી લાખો અરજીઓના સંદર્ભમાં જણાવ્યું હતું કે, દરેક યુવાનો પહેલા કરતા વધુ સારા અને ઉચ્ચ પદની ઝંખના કરે છે, તેથી જ પરીક્ષાઓમાં લાખોની સંખ્યામાં અરજીઓ આવે છે.
શિક્ષિત બેરોજગારોની યાદીમાં 25709 સાથે વડોદરા ટોચ પર છે. જ્યારે તેમની સંખ્યા આણંદમાં 17987, અમદાવાદમાં 16312, સુરતમાં 11147 અને રાજકોટમાં 11110 શિક્ષિત બેરોજગાર છે. બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારતનો બેરોજગારી દર 4.4 ટકા છે, જ્યારે ગુજરાતનો બેરોજગારી દર 2.2 ટકા છે.
ગુજરાતમાં કુપોષિત છે 1.25 લાખ બાળકો
ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા લગભગ 1.25 લાખ છે, જેમાં આદિવાસી બહુમતી ધરાવતા નર્મદા જિલ્લામાં સૌથી વધુ 12,492 બાળકો છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુપોષિત છોકરા-છોકરીઓની સંખ્યા 1 લાખ 25707 છે. જેમાંથી એક લાખ 1586 બાળકોનું વજન ઓછું છે અને 24121 બાળકો અત્યંત ઓછા વજનવાળા છે.
નર્મદામાં સૌથી વધુ 12492 કુપોષિત બાળકો છે, જ્યારે વડોદરામાં 11322, સુરતમાં 6967, આણંદમાં 9615 અને સાબરકાંઠામાં 7270 છે. ઉલ્લેખનીય છે કે, સુરત વિશ્વમાં ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે પ્રખ્યાત છે ત્યારે આણંદ શ્વેત ક્રાંતિનું જનક છે. અમૂલનો પ્લાન્ટ પણ આ જિલ્લામાં આવેલો છે.












Click it and Unblock the Notifications
