પિતા સામે જ સગીર પુત્રીઓ સાથે સામૂહિક બળાત્કાર

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતના દાહોદ માં દેવગઢ બારિયા નજીકના એક ગામનો આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરનું નામ પોલીસમાં આપવું એક વ્યક્તિ અને તેના પરિવારને ભારે પડ્યું છે. સ્થાનિક બુટલેગર અંગે પોલીસને જાણકારી આપનાર આ વ્યક્તિના પિતા અને તેની બંન્ને બહેનોનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. ચાલુ ગાડીએ પિતાની નજર સામે જ તેની 13 અને 15 વર્ષની પુત્રીઓ સાથે બુટલેગર સહિત તેના પાંચ સાથીઓએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ઇજાગ્રસ્ત પુત્રીઓ અને પિતાને એ જ હાલતમાં રસ્તા પર ફેંકી નાસી છૂટ્યા હતા.

gang rape

પોલીસે આ મામલે 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આપેલ જાણકારી અનુસાર, પાંચ દિવસ પહેલાં છોટા ઉદેપુર પોલીસ દ્વારા દારૂનું વેચાણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં બારિયા ગેંગનું નામ સામે આવ્યું હતું. સાથે જ તેણે બુટલેગર કુમાવત ફતેહસિંહ વિશે પણ જાણકારી આપી હતી. જેની પાસેથી દારૂ લઇ તે વેચતો હતો. ઉલ્લેખનીય છે કે, કુમાવતની ગેંગ આખા વિસ્તારમાં લૂંટ અને દાણચોરી માટે કુખ્યાત છે.

શું હતો આખો ઘટનાક્રમ?

સામુહિક બળાત્કારનો ભાગ બનનાર સગીરાઓના ભાઇ દારૂના ગેરકાયદેસર વેચાણ માટે પોલીસે કસ્ટડીમાં રાખ્યો હતો. પૂછપરછમાં તેણે બારિયા ગેંગ તથા કુમાવત ફતેહસિંહનું નામ લેતાં, આ વાતનું વેર વાળવા માટે કુમાવતે પોતાના સાથીઓ સાથે મળીને ગુરૂવારે સવારે લગભગ 9.30 વાગે એ વ્યક્તિના ઘરે હુમલો કર્યો હતો. ત્યારે ઘરે તે વ્યક્તિના પિતા અને તેની બે સગીર બહેનો હાજર હતાં. તેણે સગીરાના પિતાને ધમકી આપી હતી કે, 'તારા મોટા દિકરાએ દારૂના કેસમાં મારું નામ આપ્યું છે, એ નામ કઢાવી નાંખો, નહીં તો જાનથી મારી નાંખીશું.'

કુમાવતે ધાક-ધમકી આપી પોતાના સાથીદારો સાથે મળીને ત્રણેયનું અપહરણ કર્યું હતું. ભૂચ પગલાંથી માંડવ ગામ સુધીના રસ્તામાં ચાલુ જીપે એક કલાક દરમિયાન બંન્ને સગીર પુત્રીઓ સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પિતાની સામે જ બંન્ને પુત્રીઓને પીંખી નાંખી પિતાને પણ ઢોર માર માર્યો હતો. 15 વર્ષની સગીરા પર ચાર લોકોએ તથા 13 વર્ષની સગીરા પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ નરાધમોએ પિતા અને બંન્ને પુત્રીઓને ચાલુ ગાડીએ જ રસ્તા પર ફેંકી ભાગી નીકળ્યા હતા.

પિતાએ બૂમો પાડતાં આજુબાજુથી ગ્રામજનો દોડી આવ્યા હતા. 108ની મદદ લઇ પિતા તથા તેમની બંન્ને પુત્રીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પીડિત યુવતીઓના પિતાએ પોલીસને આ અંગેની જાણકારી આપતાં પોલીસે તુરંત નાકાબંધી કરી પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 8 આરોપીઓ હજુ પણ ગાયબ છે. દાહોદ જિલ્લા પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બે સગીર કિશોરીઓ પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી સમગ્ર દાહોદ જિલ્લાના લોકોમાં રોષ ફરી વળ્યો છે.

English summary
In a shocking incident, two teenage girls were allegedly gang-raped by six men in front of their father in Devgadh Baria tehsil of Dahod district in Gujarat today, police said.
Please Wait while comments are loading...