For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 200 કોંગ્રેસી ભાજપમાં જોડાયા

ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને એક વાર ફરીથી ઝટકો લાગ્યો છે. લગભગ 200 કોંગ્રેસીઓએ ભાજપનો પાલવ પકડી લીધો છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને એક વાર ફરીથી ઝટકો લાગ્યો છે. લગભગ 200 કોંગ્રેસીઓએ ભાજપનો પાલવ પકડી લીધો છે. આ બધુ કપરાડા સીટ પર યોજાનાર પેટાચૂંટણી પહેલા થયુ છે જેને વિપક્ષ દળ કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસમાં પહેલા પણ તૂટ થતી રહી છે. આ વર્ષે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પાર્ટી છોડી હતી જેના કારણે તેને રાજ્યસભામાં ભાજપથી મ્હાત ખાવી પડી. હવે પેટાચૂંટણી પહેલા ફરીથી કોંગ્રેસ નેતા તેમજ કાર્યકર્તા ભાજપમાં જઈ રહ્યા છે.

guj election

સત્તાધારી દળ ભાજપે વાસ્તવમાં બુધવારે શક્તિ કેન્દ્ર સંમેલન આયોજિત કર્યુ હતુ. જેમાં સેંકડો કોંગ્રેસી કાર્યકર્તા શામેલ થયા. એક પદાધિકારીએ જણાવ્યુ કે કપરાડા વિધાનસભા પેટાચૂંટણીના મતદાનની તારીખ ઘોષિત થવા સાથે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સીટથી ગઈ ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર વિજયી જીતુ ચૌધરી રાજીનામુ આપીને રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં આવ્યા હતા. હવે આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેમને જ ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ તેમના સમર્થનમાં પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધુ છે.

હવે કોંગ્રેસને છોડીને ભાજપમાં શામેલ થનાર કોંગ્રેસીઓમાં તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ સરપંચ પણ શામેલ છે. આ પહેલા પણ કપરાડા વિધાનસભાના ઘણા કોંગ્રેસીઓએ ભાજપમાં જોડાયા હતા. જીતુ ચૌધરીની વાત કરીએ તો વર્ષ 2013માં જીતુ ચૌધરીને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડાવવામાં આવી હતી. તેને ટક્કર આપનાર પ્રકાશ પટેલે હવે અપક્ષ ચૂંટણી લડવાનુ એલાન કર્યુ છે.

દુષ્કર્મના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદને SCમાંથી ઝટકો, નહિ મળે પીડિતાના નિવેદનની કૉપીદુષ્કર્મના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદને SCમાંથી ઝટકો, નહિ મળે પીડિતાના નિવેદનની કૉપી

English summary
200 Congress workers joins BJP in Kaprada constituency ahead of Gujarat bypolls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X