141 કિલો હેરોઈન ઝડપાયું, ગુજરાતમાં આઈબી દ્વારા હાઇ એલર્ટ

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાજ્યમાં ગરમીનો પારો વધ્યો

રાજ્યમાં ગરમીનો પારો વધ્યો

છેલ્લા બે દિવસથી સૂર્ય દેવતાનો પ્રકોપ વધ્યો છે, ગરમીનો પારો વધુને વધુ ઉપર જઇ રહ્યો છે. જૂનાગઢ-કંડલામાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અક્ષય તૃતીય પર સોના-ચાંદીની ખરીદી

અક્ષય તૃતીય પર સોના-ચાંદીની ખરીદી

આજે અખા ત્રીજ એટલે કે અક્ષય તૃતીય છે, આજના દિવસનું અલગ જ મહત્વ છે. આજના દિવસે સોના-ચાંદી જેવી ભારે ધાતુ ખરીદવાનું મહત્વ છે. અમદાવાદમાં પણ લોકોએ મન મૂકીને સોના-ચાંદીની ખરીદી કરી હતી.

પેટા ચૂંટણીના પરિણામમાં ભાજપ આગળ

પેટા ચૂંટણીના પરિણામમાં ભાજપ આગળ

નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે જેમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુએ જીતનો શ્રેય ગુજરાતની જનતાને આપ્યો.

ગુજરાતમાં આઇબીનું એલર્ટ

ગુજરાતમાં આઇબીનું એલર્ટ

141 કિલો હેરોઇન સાથે પાકિસ્તાની બોટ જડપાઇ. જેમાં સવાર 8 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગુજરાતમાં આઇબીનું એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

સુરતની કોલેજમાં વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

સુરતની કોલેજમાં વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો. પ્રિન્સિપાલ બદલવાની માંગને વિદ્યાર્થીઓ કર્યો હતો ભારે હોબાળો.

ભજપની પેટા ચૂંટણીમાં જીત

ભજપની પેટા ચૂંટણીમાં શાનદાર જીતને પગલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાજપના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.

બીએસએનએલના કર્મચારીઓની હડતાળ

બીએસએનએલના કર્મચારીઓની હડતાળ

બીએસએનએલના કર્મચારીઓની આજથી રાષ્ટ્રવ્યાપી હડતાળ પર. પડતળ માંગોને લઇને કરાઇ હડતાળ. 20 દિવસ સુધી ચાલશે હડતાળ.

કમિશનર શિવાનંદ ઝા સામે કન્ટેમ્ટની અરજી

કમિશનર શિવાનંદ ઝા સામે કન્ટેમ્ટની અરજી

પોલીસ કમિશનર શિવાનંદ ઝા સામે કન્ટેમ્ટની અરજી કરવામાં આવી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીને જામીન પર છૂટેલા આરોપીઓએ આપી ધમકીના મામલે કરવામાં આવ્યો કેસ. આજે આવશે ચૂકાદો.

હીરાના વેપારીનું ઊઠામણુ

હીરાના વેપારીનું ઊઠામણુ

સુરતમાં હીરાના વેપારી મહેન્દ્ર ગોલકિયાનું સાત કરોડ રૂપિયાનું ઊઠામણું કરવામાં આવ્યું છે. વરાછા રોડ પર આવેલું છે કારખાનું. લેણદારો રકમ વસૂલવા માટે ઉપવાસ પર બેઠા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X