21 June Covid Update : જાણો ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 217 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 130 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.

21 June Covid Update : ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 217 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 130 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 99, સુરતમાં 45 કેસ, વડોદરામાં 31 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, ભાવનગરમાં 7 કેસ, મહેસાણા અને રાજકોટમાં 4-4 કેસ નોંધાયા છે. જામનગર અને નવસારીમાં 3-3 કેસ, ભરૂચ અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા હતા. આ સાથે અમરેલી, ખેડા, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, આણંદ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.

કુલ 11,09,10,235 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,09,10,235 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,15,453 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1461 થઇ છે. જેમાંથી 5 ની હાલત ગંભીર છે, જ્યારે 1456 ની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.99 ટકાછે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 45,769 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,09,10,235 કોરોનાવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

21 June ની અમદાવાદ કોરોના અપડેટ

21 June ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 97 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે શહેરી વિસ્તારમાં 56 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 5985 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 919 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

21 June ની રાજકોટ કોરોના અપડેટ

21 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 2 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથેશહેરી વિસ્તારમાં 4 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1583અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1583 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

21 June ની ભારત કોરોના અપડેટ

21 June ની ભારત કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના9,923 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેણે કોરોના સંક્રમણની સંખ્યા 4,33,19,396 પર પહોંચાડી છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને79,313 થઈ ગઈ છે. મંગળવારના રોજ 17 કોરોના સંબંધિત મૃત્યુ સાથે કુલ મૃત્યુની સંખ્યા વધીને 5,24,890 પર પહોંચી ગઈ છે.

આ સાથે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.18 ટકાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ98.61 ટકા નોંધાયો હતો.

24 કલાકના ગાળામાં સક્રિય કોવિડ કેસ લોડમાં 2,613 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. ડેઇલી પોઝિટિવિટી રેટ2.55 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 2.67 ટકા નોંધવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X