કાંકરીયા તળાવ પાસેથી છ રૂપ લલનાઓ ઝડપાઈ

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કાંકરિયા પાસે 6 રૂપલનનાઓ ઝડપાઇ

કાંકરિયા પાસે 6 રૂપલનનાઓ ઝડપાઇ

કાંકરિયા તળાવ પાસે ગ્રાહકો શોધવા નીકળેલી 6 રૂપલનનાઓ પોલીસના હાથે ઝડપાઇ ગઇ. અત્રે નોંધનીય છે કે કાંકરિયાને વિકસિત કરાયા પહેલા અત્રે દેહવેપારનો વેપલો હતો. પરંતુ હવે પોલીસે કડકાઇ પૂર્વક લલનાઓ અને તેમના સાગરિતોને ઝડપવાનું કાર્ય આરંભી દીધું હતું, જેથી હવે અહીં લલનાઓની ભાળ મળતા જ પોલીસ તેમની ધરપકડ કરી લે છે.

મૃતકોના પરિવાર જનોને ચાર લાખની સહાય

મૃતકોના પરિવાર જનોને ચાર લાખની સહાય

કાઠમંડૂમાં અકસ્માતનો ભોગ બનેલા ગુજરાતી પ્રવાસીઓમાં મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને પૂરતી સારવાર મળી રહે અને તેમને લેવા માટે ચાર્ટેડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસ

રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસ

મહુવા સિવિલ હોસ્પિટલની ખરાબ હાલતના પગલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. હોસ્પિટલમાં ફુલટાઇમ ડોક્ટરોની ખોટ, સારવારનો અભાવ વગેરેને ધ્યાનમાં રાખીને એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેના પગલે રાજ્ય સરકારને હાઇકોર્ટ તરફથી નોટિસ મળી છે.

હિટવેવનો ભોગ, 108નો ઉપોગ વધ્યો

હિટવેવનો ભોગ, 108નો ઉપોગ વધ્યો

ગરમી પોતાનું વરવું રૂપ ધારણ કરી રહી છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં ગરમીના લીધે બીમાર થયેલ અને 108 સેવાનો ઉપયોગ કરનારનો આંકડો 2500 સુધી પહોંચ્યો છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં આ આંકડો 11 હજાર સુધી પહોંચ્યો છે.

રસ્તાઓ જલદી તૂટી જશે તો અધિકારીઓ જવાબદાર

રસ્તાઓ જલદી તૂટી જશે તો અધિકારીઓ જવાબદાર

જો હવે રસ્તાઓ જલદી તૂટી જશે તો અધિકારીઓને જવાબદાર ગણી તેમની સામે પગલા ભરવામાં આવશે. આ કેસમાં પાલિકા અધિકારી અને ચીફ ઓફિસર સમક્ષ પગલા ભરવામાં આવશે.

અને અમદાવાદ એરપોર્ટ પર રૂદન

અને અમદાવાદ એરપોર્ટ પર રૂદન

કાઠમાંડૂમાં કાળનો ભોગ બનેલા શબોને આજે વિશેષ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, આ સમયે મૃતકોના પરિવાર અને અન્ય લોકોમાં ભારે રૂદનભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

કપડવંજના બે યુવકો ઇરાકમાં ફસાયા

કપડવંજના બે યુવકો ઇરાકમાં ફસાયા

કપડવંજના બે યુવકો બગદાદમાં અમીરાત પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરવા ગયા હતા. જ્યાં કંપનીએ તેમના પાસપોર્ટ છીનવી લેતા તેઓ ત્યાં ફસાઇ ગયા છે.

ગુજસીટોક ખરડાને રાષ્ટ્રપતિ પાસે મોકલાયો

ગુજસીટોક ખરડાને રાષ્ટ્રપતિ પાસે મોકલાયો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગુજસીટોક ખરડો પસાર કરાયો હતો, બાદમાં તેનો વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, રાજ્યપાલ ઓપી કોહલીએ આ ખરડાને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપ્યો છે.

વિદ્યાર્થિનીની જાતિય સતામણી

વિદ્યાર્થિનીની જાતિય સતામણી

સુરતની ભગવાન મહાવીર કોલેજમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીની જાતિય સતામણીનો મામલો સામે આવ્યો છે. હાજરી ઓછી ઓવાથી તેને સરભર કરી આપી જાતીય સતામણી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ હાથ ધરાઇ છે.

ગુજરાતના મુખ્ય સમાચાર

ગુજરાતના મુખ્ય સમાચાર જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X