ગાંધીનગરમાં પુરસોત્તમ સોલંકીના પુત્રએ કરી મારામારી

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મંત્રી પુરષોત્તમ સોલંકીના પુત્રએ કરી મારામારી

મંત્રી પુરષોત્તમ સોલંકીના પુત્રએ કરી મારામારી

ગઇકાલે રાત્રે ગાંધીનગરમાં મંત્રી પુરષોત્તમ સોલંકીના પુત્રએ એક ફાસ્ટફૂડની દુકાનમાં કામ કરતા યુવકને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. પીડિત યુવકના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ મહિલા CMના પ્રથમ મહિલા અગ્રસચિવ

પ્રથમ મહિલા CMના પ્રથમ મહિલા અગ્રસચિવ

આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યા છે, જ્યારે તેમણે પોતાના અગ્ર સચિવ તરીકે આઇએએસ એસ.અપર્ણાની પ્રથમ મહિલા અધિકારીની નિમણૂંક કરી છે.

એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા

એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા

રાજકોટમાં આવેલી પીડી પંડ્યા કોલેજમાં એક તરફી પ્રેમનો હિચકારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક માસુમે પોતાનો જીવ ગુમાવો પડ્યો. પરીક્ષા આપવા આવેલી યુવતીને એક તરફી પ્રેમમાં પડેલા યુવકે ગુપ્તીના 15 ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

85 લાખના બિનવારસી મોબાઇલ જપ્ત

85 લાખના બિનવારસી મોબાઇલ જપ્ત

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કસ્ટમ ડ્યૂટીની ચોરી કરેલા આ 85 લાખના મોબાઇલને પકડવામાં સફળતા મેળવી હતી. ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે 150 બિનવારસી મોબાઇલ જપ્ત કરી લીધા છે.

ભાવનગરમાં હિરા ઉદ્યોગમાં આવી મંદી

ભાવનગરમાં હિરા ઉદ્યોગમાં આવી મંદી

ભાવનગરમાં હિરા ઉદ્યોગમાં આવી મંદી આવી છે. ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રમાં મંદીનો માહોલ સર્જાતા વેકેશનના બહાને હિરાના ખારખાના બંધ કરી દેવાયા છે.

ખેડૂતે કલેક્ટર કચેરી પાસે આત્મહત્યાનો પ્રયાસ

ખેડૂતે કલેક્ટર કચેરી પાસે આત્મહત્યાનો પ્રયાસ

જામજોધપુરના સડોદરા ગામના ખેડૂતે કલેક્ટર કચેરી પાસે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ખેડૂતે પોતાની પર કેરોસીન છાંટીને આત્મવિલોપનની કોશીશ કરી હતી, પરંતુ પોલીસની દરમિયાનગીરીથી ઘટના ટળી શકી હતી.

ગુજરાતમાં ખાપ પંચાયત દ્વારા પ્રેમીપંખીડાને સજા

ગુજરાતના છોડાઉદેપુરમાં આવેલા દેવડીયા ગામમાં બે પ્રેમિયોનો પ્રેમ સામે આવી જતા તેમને ખાપ પંચાયત જેવી કઠોર સજા કરી હતી. અહીં સુધી યુવતીને ઘોડો બનાવી યુવકને તેની પર બેસાડવામાં આવ્યો, તેમજ તેમની પાસે દસ હજાર જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો.

હાઇકોર્ટનો અદાણી જૂથને આદેશ

હાઇકોર્ટનો અદાણી જૂથને આદેશ

કચ્છના અબડાસાનો મામલો,હાઇકોર્ટનો અદાણી જૂથને આદેશ,ગ્રામજનોના દરવાજા બંધ કરી શકાય નહીં.ખુલ્લા રાખવાનો આદેશ.

વ્હોરાના રોઝા પાસે પત્થરમારો

વ્હોરાના રોઝા પાસે પત્થરમારો

અમદાવાદના વ્હોરાના રોઝા પાસે પત્થરમારો. રસ્તો કોર્ડન કરવા બાબતે થયો પત્થરમારો. પોલીસે ટોળાને વિખેરવા ચારથી પાંચ ટિયરગેસના સેલ છોડ્યા છે.

ગુજરાતના સમાચાર વીડિયોમાં

સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ વીડિયોમાં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X