For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના જુગારી ધારાસભ્ય કેસરી સિંહની ધરપકડ

ગુજરાતના જુગારી ધારાસભ્ય કેસરી સિંહની ધરપકડ

|
Google Oneindia Gujarati News

ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકીની જુગાર રમવાના આરોપસર ધરપકડ થઈ છે. પોલીસે એક રિસોર્ટમાં દરોડા પાડી 25 લોકોને જુગાર રમતાં રંગે હાથે પકડી પાડ્યા હતા, જેમાં ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી પણ સામેલ છે. આ રિસોર્ટ શિવપુરી માઈન્સ પાસે પાવાગઢ વિસ્તારમાં છે, જે પંચમહાલ જિલ્લામા આવે છે.

Recommended Video

પંચમહાલ : ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની જુગાર રમતાં ઝડપાયા

arrest

પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે રિસોર્ટમાં કુલ 18 પુરુષ અને 7 મહિલાઓ જુગાર રમી રહ્યા હતા, કથિત રીતે પોલીસે રિસોર્ટમાંથી દારૂની 7 બોટલ પણ જપ્ત કરી છે. કેસરી સિંહ માતર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. આ વિધાનસભા સીટ ખેડા જિલ્લા અંતર્ગત આવે છે.

નોંધનીય છે કે રિસોર્ટમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે સ્થાનિક ક્રાઈમ બ્રાંચની યૂનિટે ઘટના સ્થળે પહોંચી દરોડા પાડ્યા, તો ધારાસભ્ય પણ હાથે ચડી ગયા. લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્સપેક્ટર રાજદીપ સિંહ જાડેજાએ કહ્યું, 'પંચમહાલ પોલીસે ગુરુવારે મોડી સાંજે જિલ્લાના પાવાગઢ કસ્બા પાસે એક રિસોર્ટમાં દરોડા પાડ્યા અને 25 અન્ય લોકો સાથે ધારાસભ્યની પણ ધરપકડ કરી લીધી છે.'

દારૂની બોટલ પણ જપ્ત થઈ

પોલીસ અધિકારીએ કહ્યું કે અમે કેસરી સિંહ સોલંકી અને 25 અન્યને જુગાર રમતાં પકડી પાડ્યા છે. અમે તેમના કબ્જામાંથી દારૂની બોટલ પણ જપ્ત કરી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ધારાસભ્યની ધરપકડ મામલે ભાજપી નેતૃત્વ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. કોઈપણ નેતાઓ હજી સુધી પોલીસની કાર્યવાહી પર કંઈ નિવેદન આપ્યું નથી.

English summary
25 gambler arrested including MLA kesari sinh, police found alcohol
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X