For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના કોવિડ હોસ્પિટલમાં અર્ધસૈનિક બળના 25 તબીબો અને 75 પેરામેડિકલ કર્મચારી તહેનાત કરાશે

ગુજરાતના કોવિડ હોસ્પિટલમાં અર્ધસૈનિક બળના 25 તબીબો અને 75 પેરામેડિકલ કર્મચારી તહેનાત કરાશે

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે ગુજરાતના અમદાવાદમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા સ્થાપિત કરવામાં આવી રહેલા 900 બેડ વાળા કોવિડ હોસ્પિટલમાં અર્ધસૈનિક બળના 25 ડૉક્ટર્સ અને 75 પેરામેડિકલ કર્મચારીઓને નિયુક્ત કરવાનો ફેસલો લીધો.

covid 19

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ગુજરાત સરકારના અનુરોધ પર ગૃહ મંત્રાલયે અમદાવાદમાં ડીઆરડીઓ દ્વારા સ્થાપિત કરાઈ રહેલા 900 બેડની કોવિડ હોસ્પિટલમાં અર્ધસૈનિક બળોના 25 ડૉક્ટર્સ અને 75 પેરામેડિકલ કર્મચારીઓને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી સૌથી વધુ 8920 નવા મામલા સામે આવ્યા, જેમાંથી રાજ્યમાં સંક્રમણના કુલ મામલા વધીને 3,84,688 સુધી પહોંચી ગયા છે.

સંક્રમણના કારણે આજે રેકોર્ડ 94 દર્દીના મોત થઈ ગયાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની એક જાહેરાતમાં કહેવામાં આવ્યું કે એક દિવસમાં સૌથી વધુ 94 સંક્રમિત વ્યક્તિઓના મોત થવાથી રાજ્યાં મૃતકોની સંખ્યા વધીને 5170 સુધી પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ પાછલા 24 કલાક દરમ્યાન 3387 રોગીઓને હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી છે, જેનાથી રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,29,791 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ ઉપચારાધીન દર્દીની સંખ્યા 49,737 છે.

કોરોના કાળમાં હવે હરિદ્વાર કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવામાં આવેઃ પીએમ મોદીકોરોના કાળમાં હવે હરિદ્વાર કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવામાં આવેઃ પીએમ મોદી

English summary
25 paramilitary doctors and 75 paramedical personnel to be deployed at covid hospitals in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X