10 વર્ષ બાદ ST બસના ભાડામાં વધારો, 25 લાખ મુસાફરોને થશે અસર
રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષ બાદ એસ.ટી બસના બાડામાં 25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બસની ટીકીટના દરોમાં કરવામાં આવેલા વધારાની રાજ્યના બસમાં મુસાફરી કરનાર 25 લાખ લોકો પર અસર કરશે.

પ્રતિ કિમીએ લોકલ બસમાં 16 પૈસા અને એક્સપ્રેસમાં 18 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એસ.ટી નીગમ દ્વાર દાવા અનુસાર આ ભાવ વધારો 10 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. રાજ્યમાં એસટી બસ દ્વારા અંદાજે દૈનિક 25 લાખ મુસાફરો મુસાફરી કરે છે. જેમાથી 7.50 જેટલી આવક થાય છે.
બસમાં કરવામાં આવેલા ભાવ વધારાની વિગતો પર નજર કરવામાં આવે તો . લોકલ બસમાં પ્રતિ કીમી 064 પૈસાથી વધારીને 0.80 પૈસા , એક્સપ્રેસ બસમાં 6.68 પૈસાથી વધારીને 0.85 પૈસા જ્યારે નોન એ.સી સ્લીપરનું ભાડુ 0.62 થી વધારીને 0.77 થયુ છે. ભાડા વધારાને લઇને નીગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ભાડામાં વધારો કરવામાં આવ્યો હોવા છતા 9 રાજ્યો કરતા નીચુ છે.












Click it and Unblock the Notifications
