For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત પાંચમા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતા

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા નદી, તળાવ, નાળા, જેવા જળ સ્ત્રોતને ઉંડા કરીને પાણીના તળ ઉચા લાવવા તેમજ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી પુરી પાડવાના આશાય સાથે સુજલમ સફલમ જળ યોજનાનો પ્રાંરંભ મુખ્

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા નદી, તળાવ, નાળા, જેવા જળ સ્ત્રોતને ઉંડા કરીને પાણીના તળ ઉચા લાવવા તેમજ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી પુરી પાડવાના આશાય સાથે સુજલમ સફલમ જળ યોજનાનો પ્રાંરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી,

Bhupendra Patel
.
મુખ્યમંત્રીએ ૧૯ માર્ચ ૨૦૨૨ના દિવસે ગાંધીનગરના કોલવડા ગામેથી આ સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવીને રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ અપનાવ્યો છે

આ વર્ષે સતત પાંચમા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતાને પગલે જળસંગ્રહ ક્ષમતામાં ૨૪,૪૧૮ લાખ ઘન ફૂટ વધારો થયો છે.એટલું જ નહીં, અગાઉના ચાર વર્ષ એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષે જળસંગ્રહ ક્ષમતા સૌથી વધારે છે.
.
આ અભિયાન અંતર્ગત ૨૦૧૮માં ૧૮,૫૧૫ કામો પૈકી ૭,૫૫૨ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૩,૫૦૦ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૯માં ૧૧,૯૦૧ કામો પૈકી ૪,૭૨૭ તળાવ ઉંડા કરી પાણીની સંગ્રહશક્તિમાં ૧૦,૦૫૩ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો.

કોરોના કાળમાં ૨૦૨૦માં લોક ડાઉનની કપરી પરિસ્થિતિમાં ૧૧,૦૭૨ કામો પૈકી ૪,૩૦૯ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૮,૫૧૧ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૨૧માં ૨૦,૭૪૯ કામો પૈકી ૪૬૦૭ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો

છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૮૬,૧૯૯ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે
.
શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જોડાય તે માટે મુખ્યમંત્રીના દિશા દર્શનમા વહિવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં ૨૦.૮૧ લાખ માનવદિન રોજગારી નિર્માણ થયું છે. જેમાં એક દિવસમાં જ અંદાજિત ૧.૨૩ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે
.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૧૯ માર્ચથી તા.૦૭ જુન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું પાંચમુ સંસ્કરણ શરૂ કરાવ્યું હતું. તદઅનુસાર, રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના આ પાંચમા તબક્કામાં તા. ૦૭ જુન સુધીમાં ૧૭,૪૬૪ કામો પૂર્ણ થયા છે.

આ અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં ૫૫૭૯ તળાવો ઊંડા કરવામાં આવ્યા, ૪૦૭૦ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ, ૩૮૦૯ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી હતી. આ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૧૬૭૩ કામ થયા અને ઓછો વરસાદ ધરાવતા આ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૬૧૨૪ લાખ ઘન ફુટનો વધારો થયો છે તે પણ આ અભિયાનની એક આગવી સિદ્ધિ છે
.
રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને લોકોનો પણ ખૂબ જ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે
.
વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલા આ જળ અભિયાનમાં છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યભરમાં ૨૬,૯૮૧ તળાવો ઊંડા કરાયા છે. એ જ રીતે ૧૬,૨૯૧ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું અને ૪,૫૦૮ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યાં છે, આના પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૮૬,૧૯૯ લાખ ઘનફૂટનો વધારો થયો છે.

આ અભિયાનના પાંચ વર્ષ દરમ્યાન એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ ૨૦૨૧ અને ૨૦૨૨માં મનરેગા યોજના હેઠળ જનભાગીદારીથી તમામ જિલ્લાઓમાં ૭૪,૫૧૦ કામો પૂર્ણ કરી દેવાયા છે. ૫૨૨૬૩ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી છે. જેના પરિણામે રાજ્યભરમાં ૧૭૭.૭૪ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે. આ તમામ કામગીરી એક દિવસમાં મહત્તમ ૮૫૧ જેટલા એક્ષકેવેટર, ૭૫૦ ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

English summary
26,981 lakes were dug under Sujalam Sufalam scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X