For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂકી નદીમાં રમતા 3 ભાઈઓ પર અચાનક ધસી પડી જમીન, ત્રણેના મોત

ગુજરાતમાં ભૂજના ખાવડા પાસે ધ્રોબાણા ગામથી હ્રદય કંપાવી દેતી ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

ભૂજઃ ગુજરાતમાં ભૂજના ખાવડા પાસે ધ્રોબાણા ગામથી હ્રદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં ગામ પાસે એક સૂદી નદીમાં ખાડો ખોદીને ત્રણ ભાઈ ઘર-ઘર રમી રહ્યા હતા. ત્યારે ત્યાં જમીન નીચે ધસી પડી. એ ત્રણે ભાઈ તેમાં દબાઈ ગયા અને તેમનુ મોત થઈ ગયુ. આ તરફ પરિવારજનોને જ્યારે ઘણી વાર સુધી તે ન મળ્યા ત્યારે તેઓ તેમને શોધવા નીકળ્યા. તે તેમના શોધતા શોધતા નદી પાસે આવી ગયા. જ્યાં સૂકી નદીની રેતમાં તેમને એક ચંપલ દેખાયુ ત્યારે આખો ઘટનાક્રમ બહાર આવ્યો.

bhuj

ત્યારબાદ ગામ લોકોની મદદથી માટી હટાવીને ત્રણે ભાઈઓના શબ મેળવવામાં આવ્યા. ગામમાં એક જ પરિવારના ત્રણ ભાઈઓના મોત થવા પર હોબાળો મચી ગયો. રડતા રડતા એક વૃદ્ધે જણાવ્યુ કે ત્રણે બાળકો પિતરાઈ ભાઈઓ હતા જેમના નામ મુનીર, કલીમ અને રજા હતા. તે સૂકાયેલી નદીમાં રમી રહ્યા હતા. ત્યારે જમીન ધસી પડી અને તેઓ તેમાં સમાઈ ગયા. જ્યારે ખબર પડી ત્યારે રેતીના ઢગલામાંથી કાઢ્યા બાદ અમે લોકો તેમનો એક હોસ્પિટલમાં પણ લઈ ગયા પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા.

સૂચના મળવા પર પોલિસ આવી અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી. જણાવવામાં આવ્યુ કે મૃતકોની ઓળખ મુનીર કાદર 13 વર્ષ, કલીમ ઉલ્લાહ ભિલાલ 16 વર્ષ અને રજા ઉલ્લાહ રાશિદ 14 વર્ષ તરીકે થઈ છે. તેમના મોત બાદ ધ્રોબાણા ગામમાં શોકનો માહોલ છે. પરિવારમાં ત્રણ બાળકોના મોત બાદ માતમ ફેલાઈ ગયો છે.

કોરોના રસી લગાવ્યા બાદ રાજકોટના 20 પોલિસકર્મીઓની સ્થિતિ બગડીકોરોના રસી લગાવ્યા બાદ રાજકોટના 20 પોલિસકર્મીઓની સ્થિતિ બગડી

English summary
3 children died while playing in the dry river at Bhuj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X