ધોરણ ૧૦ના બોર્ડના પેપરને વાયરલ કરનાર ૩ આરોપી ઝડપાયા

Subscribe to Oneindia News

નોંધનીય છે કે ગત માર્ચે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં મહીસાગરના લુણાવાડામાં ખાતે વોટ્સઅપ પર અંગ્રેજીનું પેપર વાયરલ થયું હોવાના ખબર આવ્યા હતા. પરીક્ષા શરૂ થવાના વખતે આ પેપર વોટ્સઅપ પર વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. જે પછી મહિસાગરના શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે લેખિત ફરિયાદ દાખલ કરતા પોલીસે આ અંગે કાર્યવાહી શરૂ કરી હતી. વધુમાં સાઇબર ક્રાઇમનો મામલો હોવાના કારણે એક એસ. આઇ.ટી પણ રચાઇ હતી. જેમાં 30 થી વધુ લોકોના મોબાઇલ કબજે કરી એફ એસ એલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

mahisagar court

ત્યારે આ કેસમાં હવે પોલીસને સફળતા મળી છે. પોલીસે આ કેસમાં 3 આરોપી સમેત એક લેપટોપ જપ્ત કર્યું છે. પુરાવાના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ૩ ઇસમોની દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામેથી ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી પિતા-પુત્ર અને ભત્રીજો છે . જેમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રમણભાઈ ધુળાભાઈ પ્રજાપતિ ૨. હર્ષદ રમણભાઈ પ્રજાપતિ અને ૩. હિતેન્દ્રભાઈ પ્રજાપતિની અટક કરવામાં આવી છે. ત્યારે હાલ આ કેસમાં પોલીસે આ ત્રણની અટક કરીને વધુ તપાસ શરૂ કરી છે.

English summary
3 People arrested, in the case of 10 board exam paper leaked case.Read here more.
Please Wait while comments are loading...