રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 3018 બાળકોનું વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ કરાયું

National Child Health Programme: ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કોકલિયર ઈમ્પ્લાન્ટ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2014-15 થી 2023-24 સુધીમાં 3018 બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 21126 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મંત્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા 6 વર્ષ સુધીના જન્મજાત બહેરાશની તકલીફ ધરાવતા બાળકોને વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી અને સર્જરી બાદ 100 સ્પીચ થેરાપી સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે.

National Child Health Programme

RBSK હેઠળ આરોગ્ય તપાસણી અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તારીખ 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન 3.61 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જે પૈકી 174 બાળકોને હૃદય રોગ, 75 બાળકોને કિડની રોગ અને 48 બાળકોને કેન્સર રોગ મળી કુલ 397 બાળકોને આ ગંભીર બીમારીઓની સારવાર આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગો ધરાવતા બાળકોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. હૃદયની બીમારીવાળા બાળકોને યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે, કિડનીની બીમારી વાળા બાળકોને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે તેમજ કેન્સરની બીમારી ધરાવતા બાળકોને એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ-અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X