ગુજરાત સરકાર દ્વારા પૂરક-પોષણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023-24 માં 32 લાખ લાભાર્થીઓને લાભ અપાયો
વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં બોલતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, ભારતને વિકસીત રાષ્ટ્ર બનવામાં મહિલા સશક્તિકરણ સરકારનું કેન્દ્રબિંદુ હોવું જોઇએ. ભારતની વિકાસ યાત્રામાં મહિલાઓનો અમૂલ્ય ફાળો છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યુ ત્યારે મહિલાઓ માટે અલાયદા મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી હતી. મહિલા માટે છુટા-છવાયા થતા કામોની જગ્યાએ સમગ્ર મહિલા કલ્યાણ વિભાગની સ્થાપના થકી અનેક મહિલા કલ્યાણની યોજનાઓ કાર્યરત છે.

નારી શક્તિ વંદન બિલ વિશે વાત કરતાં તેમણે જણાવ્યુ કે, દરેક ક્ષેત્ર સાથે રાજનીતીમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી સંસદમાં અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતનું નારી શક્તિ વંદન બિલ પસાર કર્યું છે, આ ભારતની મહિલાઓના ભવિષ્યના વિકાસ માટે માઇલ સ્ટોન સમાન છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં વર્ષ 2024-25માં ગત વર્ષની તુલનાએ 13.5 ટકા જેટલો વધારો કરીને વર્ષ 2024-25 માં 6,885 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના સહી પોષણ દેશ રોશનનાં આહ્વાનને ચરીતાર્થ કરવા સમગ્ર દેશમાં ચાલતાં રાષ્ટ્રીય પોષણ અભિયાનમાં વર્ષ 2023-24 માં 32 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂરક પોષણ યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે 878 કરોડ 7 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, વર્ષ 2024-25 માં દુધ સંજીવની યોજના અંતર્ગત 132 કરોડ 33 લાખ, પોષણ સુધા યોજનામાં 128 કરોડ 98 લાખ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે 322 કરોડ 40 લાખ, રાષ્ટ્રીય પોષણ અભિયાન માટે 14 કરોડ 40 લાખ, પૂર્ણા યોજના અંતર્ગત 346 કરોડ 4 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
આ વર્ષે 36 નવા આંગણવાડી કેન્દ્રનું ઉદ્ધાટન કરાયું છે. આગામી વર્ષે 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોની ભરતી કરવામાં આવશે.
મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા અને સલામતીને હંમેશા પ્રાથમિકતા આપી છે. જેના માટે સખી વન સ્ટોપ સેન્ટર યોજના, નારી સંરક્ષણ ગૃહ જેવી યોજનાઓ કાર્યરત છે. દિકરીઓના જન્મના વધામણા માટે વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય માટે 252 કરોડ 34 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત ગંગા સ્વરૂપા બહેનો માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત 2 હજાર 362 કરોડ 63 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના કુલ બજેટ સામે 39.71 ટકા જેન્ડર બજેટ રજુ થયું છે.
આંગણવાડીના માળખાને વધારે સુદ્રઢ કરવા માટે આંગણવાડીઓનું નવતર મોડ્યુલર ટેકનોલોજી દ્વારા નિર્માણ, આઇ.ટી. સિસ્ટમથી સુસજ્જ કરી સ્માર્ટ આંગણવાડી બનાવવા 3 વર્ષમાં 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે.
આ ઉપરાંત 20 હજાર આંગણવાડીઓનું સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતર કરાશે, જેના માટે 200 કરોડની જોગવાઇ કરાઇ છે.
જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોનમાં વ્યાજ સબસીડી આપવા અંગેની મહિલા સ્વાવલંબન યોજનામાં સબસીડીના હાલના દરમાં વધારો કરાયો છે. આ યોજના અંતર્ગત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ મારફત સબસીડી આપવા માટે 2 કરોડ 23 લાખની જોગવાઇ કરાઈ છે.
દર મહિને બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓની વૃદ્ધિ અને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરિંગ ઉપકરણોની ખરીદી કરવા માટે 14 કરોડ 40 લાખ, કિશોરીઓને વિતરણ કરવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટમાં આયુષ કમ્પોનન્ટ ઉમેરવાના હેતુસર કુલ 1 કરોડ 94 લાખની જોગવાઈ સહિત પુર્ણા યોજના માટે કુલ 344 કરોડ 7 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
મિલેટ્સ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવાયું છે. સમગ્ર રાજ્યમાં મીલેટ-શ્રી અન્નનો પ્રચાર પ્રસાર કરવા રાજ્યની તમામ આંગણવાડીઓમાં 3,243 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા.
જિલ્લા તાલુકા કક્ષાએ 11 થી 13 ઓક્ટોબર 2023 દરમિયાન સશક્ત કિશોરી સુપોષિત ગુજરાતની થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 40 હજાર કિશોરીઓ અને 15 હજાર 659 પૂર્ણા સહ સખી સહભાગી થયા હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
