રાજ્યમાં બનશે 36 નવા રેલવે સ્ટેશન, જાણો યાદી
પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાં 36 સહિત ઘણા નવા રેલવે સ્ટેશનો બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેના માટે રેલવે બોર્ડ પાસેથી મંજૂરી માંગવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાપવા માટે સૂચિત નવા રેલવે સ્ટેશનોમાં મહત્તમ 10 છોટા ઉદેપુર - ધાર રેલવે લાઈન પર, 16 દાહોદ - ઝાબુઆ - ધાર - ઈન્દોર રેલવે લાઈન પર, 4 નલિયા - જખૌ બંદર રેલવે લાઈન પર છે.

પશ્ચિમ રેલવેએ મોડાસા-શામળાજી રોડ અને ભીમનાથ-ધોલેરા રૂટ પર 1-1 નવું રેલવે સ્ટેશન સ્થાપવા માટે રેલવે બોર્ડની મંજૂરી પણ માંગી છે.
જો શામળાજી ખાતે પ્રસ્તાવિત રેલવે સ્ટેશન મંજૂર કરવામાં આવે તો, ઉદયપુર-શ્રીનાથજીની આગળની સફર માટે ઉપયોગી થશે.












Click it and Unblock the Notifications
