નર્મદા જિલ્લાના 3618 દિવ્યાંગોને મળ્યો એસટી બસમાં મફત મુસાફરીનો પાસ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિવિધ પ્રકારની દિવ્યાંતાના રૂપે કુદરતી અભિશાપનો સામનો કરી રહેલા લોકો સ્વમાનભેર જીવી શકે તે માટે સરકારની ક્લ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં છેલ્લા નવ માસની જિલ્લા સમાજ સુરક્ષાની કામગીરી નેત્રદીપક બની છે.
નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી. જે. પરમારે જણાવ્યું કે, સમાજ સુરક્ષા કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન વિવિધ યોજનાનાઓની સહાય આપવાના આવી રહી છે. જેમાં દિવ્યાંગોને એસટી બસ મફત મુસાફરી પાસ યોજના અંતર્ગત કુલ 3618 લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે.
જ્યારે રાજ્ય સરકાર પુરસ્કૃત દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ વર્ષ 2023માં 122 દિવ્યાંગોને દિવ્યાંગતામાં રાહતલક્ષી તથા રોજગારલક્ષી સાધનોની અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે સ્વીકારી દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યા છે.

સંત સુરદાસ (પેન્શન) યોજના અંતર્ગત 80 ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતા 17 વર્ષ સુધીના તથા 20 સુધી બીપીએલ સ્કોર ધરાવતા 434 દિવ્યાંગ લાભાર્થીઓને મહિને રૂપિયા 1000/- પેન્શન અંતર્ગત કુલ રૂપિયા 38 લાખની સહાયનો લાભ લઈ રહ્યા છે.
ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન સ્કીમ અંતર્ગત 18 થી 69 વર્ષના તથા 20 સુધી બીપીએલ સ્કોર ધરાવતા 266 દિવ્યાંગ લાભાર્થીઓ માસિક રૂપિયા 1000 પેન્શન અંતર્ગત કુલ રૂપિયા 24 લાખની સહાયનો લાભ લઈ રહ્યા છે.
બૌદ્ધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય યોજના હેઠળ 50 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા 429 દિવ્યાંગ લાભાર્થીઓ મહિને રૂપિયા 1000 પેન્શન અંતર્ગત કુલ રૂપિયા 3723000ની સહાયનો લાભ લઈ રહ્યા છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત કુલ 8 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ રૂપિયા 400000 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. પાલક માતાપિતા યોજના અંતર્ગત હાલ જિલ્લાના કુલ 512 અભ્યાસ કરતા બાળકોને રૂપિયા 13356000નો લાભ લઈ રહ્યા છે. જેમાં માતા પિતા બન્ને મૃત્યુ પામેલ હોય કે પછી પિતા મૃત્યુ પામેલ હોય અને માતા એ પુન: લગ્ન કરેલ હોય. તેવા અભ્યાસ કરતા બાળકોના શારીરિક તેમજ શૈક્ષણિક વિકાસ થવા અંગે તેમના પાલક માતા પિતાને પ્રતિ માસ રૂપિયા 3000ની સહાય આપવામાં આવે છે.
અનાથ દીકરીઓ પાલક માતા પિતા યોજનાનો લાભ લેતી હોઈ તેવી દીકરીઓને તેમજ કોરોના સમયગાળા દરમિયાન અનાથ બાળકોને આપવામાં આવેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત લાભ લેતી દીકરીઓ 18 વર્ષ પૂર્ણ કરી પુખ્ત વયની ઉંમરે લગ્ન કર્યા હોય તેઓને રૂપિયા બે લાખની સહાય જાહેર કરી છે. જેને જિલ્લામાં કુલ 05 લાભાર્થી દીકરીઓની અરજી મંજૂર કરી છે. રૂપિયા 10 દસ લાખનો યોજનાનો લાભ આપવા આવ્યો છે.
કોવિડમાં અનાથ થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કુલ 135 બાળકોને કુલ રૂપિયા 3768000 સ્પોન્સરશિપ સહાય અંતર્ગત 54 બાળકોને કુલ રૂપિયા 1267000 આફ્ટર કેર સહાય અંતર્ગત 4 બાળકોને કુલ રૂપિયા 180000 અનાથ, તરછોડાયેલા, માતાપિતા ન હોય તેવી કુલ 31 દીકરીઓને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવ્યો છે, તેમજ અનાથ તરછોડાયેલા, માતાપિતા ન હોઈ તેવાં કુલ 35 દીકરાઓને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
