For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vibrant Gujarat: રોકાણના તમામ માર્ગ ગુજરાત તરફ વળ્યા છે કહ્યું વિજય રૂપાણી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ત્રીજા દિવસે જાણો કેટલા એમઓયુ સાઇન થયા અને કોણે કોણે હાજરી આપી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017ની તમામ ખબર.

|
Google Oneindia Gujarati News

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ત્રીજા દિવસે બિનનિવાસી ગુજરાતીઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી વિજયરૂપાણીને મળ્યું હતું. વધુમાં બેઝિક ઓફ ઇનોવેશન, ઇન્કલુઝન એન્ડ કોમ્પેટીટીવનેશના વિષય પર પણ પરિસંવાદ કરવામાં આવ્યો હતો.

vibrant

જેમાં વિજય રૂપાણી સમેત ઉપ મુખ્યમંત્રી નીતિત પટેલ પણ હાજર રહ્યા હતા. જેમાં અનેક મહત્વના એમઓયુ કરવામાં આવ્યા હતા. સાથે આજે થયેલા ટેક્સટાઇલ સેમિનારમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાજરી આપી હતી. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેપાળના એમ્બેસેડર દિપકુમાર ઉપાધ્યાય સાથે પણ બેઠક કરી હતી.

vibrant

રાહુલ પર સ્મૃતિનો વાર
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એક ટેક્સટાઇલ સેમિનારમાં હાજરી આપવા આવ્યા હતા. જ્યાં તેમણે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને પીએમ મોદીની સતત વધતી લોકપ્રિયતાથી હેરાન પરેશાન છે. ગુજરાતના વખાણ કરતા સ્મૃતિ ઇરાની કહ્યું કે ટેક્સટાઇલમાં રૂપિયા 8835 કરોડના એમઓયુ સાઇન થયા છે. જે આવનારા સમયમાં ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે.

vibrant

રાજકોટ બુલેટ ટ્રેન
વધુમાં વિજય રૂપાણી જણાવ્યું કે રેલ્વે સાથે પણ 67 હજાર કરોડના એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. અને રાજકોટમાં પણ કંટેનર યાર્ડ માટે 100 કરોડના એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાતના ત્રીજા દિવસે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રક્ષા મંત્રી પરિકર અનેક નેતાઓએ હાજરી આપી હતી.

vibrant
vibrant
English summary
3rd Day of Vibrant Gujarat Global summit. Read her all latest news on it in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X