For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં 500 રૂપિયાની નકલી ચલણી નોટો સાથે 4ની ધરપકડ

500 રૂપિયાની નકલી ચલણી નોટોના પ્રિન્ટીંગ અને સર્ક્યુલેશન કરતા 4 વ્યક્તિઓની વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી રવિવારે ધરપકડ કરવામાં આવી.

|
Google Oneindia Gujarati News

500 રૂપિયાની નકલી ચલણી નોટોના પ્રિન્ટીંગ અને સર્ક્યુલેશન કરતા 4 વ્યક્તિઓની વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી રવિવારે ધરપકડ કરવામાં આવી. અગાઉ વલસાડના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ(SOG)એ રિક્ષાચાલક ઝિપ્રુ ભોયાની ધરપકડ કરી હતી. ભોયા ધરમપુરથી પકડાયો હતો અને તેની પાસેથી 66 નકલી નોટો મળી આવી હતી. તેની પૂછપરછ કરતા બીજા ત્રણ આરોપીઓ પરેશ ઉર્ફે પરશુ પવાર, ચિંતુ ભુજાડ અને પાર્થ શાહ વિશે માહિતી મળી હતી જે ત્રણેય ધરમપુરના રહેવાસી છે.

arrest

ત્રણે આરોપીઓ પાસેથી 500 રૂપિયાની 88 નકલી નોટો મળી આવી હતી. ચારેયે પોલિસને જણાવ્યુ હતુ કે તેઓ નકલી ચલણી નોટો છાપતા અને ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામોના બજારોમાં ફેરવતા. કોઈને શંકા ન જાય એ માટે તેઓ સાચી અને નકલી ચલણી નોટોને મિક્સ કરીને બજારમાં ફેરવતા. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે અજય નામનો ગેંગનો બીજો સભ્ય આ નોટો છાપતો હતો.

એસઓજીના ઈન્સ્પેક્ટર વી બી બરાડેએ જણાવ્યુ કે, 'તે અસલી ચલણી નોટોને સ્કેન કરતો અને અમુક સૉફ્ટવેરમાં નાના-નાના ફેરફાર કરીને તેના જેવી જ બીજો નોટો છાપતો હતો. તેમણે ઉમેર્યુ કે, 'અજયને પણ બહુ જલ્દી ઝડપી લેવામાં આવશે. જેથી વધુ નકલી ચલણી નોટો જપ્ત થઈ શકે.'

English summary
4 persons arrested in Valsad with fake notes of Rs 500.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X