પાકિસ્તાની બોટમાંથી જપ્ત કરાયું 400 કરોડનું હેરોઈન, છ લોકોની ધરપકડ
રાજ્યના દરિયાકાંઠેથી 77 કિલો હેરોઈન લઈને જતી પાકિસ્તાની એક ફિશિંગ બોટ ઝડપાઈ છે. આ બોટના ક્રૂના છ સભ્યોની ભારતીય જળસીમામાં ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યના દરિયાકાંઠેથી 77 કિલો હેરોઈન લઈને જતી પાકિસ્તાની એક ફિશિંગ બોટ ઝડપાઈ છે. આ બોટના ક્રૂના છ સભ્યોની ભારતીય જળસીમામાં ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન રવિવારની રાત્રે માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના સંરક્ષણ જનસંપર્ક અધિકારી (PRO) એ ટ્વીટ કર્યું કે, રાજ્ય ATS સાથે સંયુક્ત ઓપરેશનમાં, કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં પાકિસ્તાની માછીમારી બોટ 'અલ હુસૈની'ને અટકાવી અને બોટના છ ક્રૂ સભ્યોની ધરપકડ કરી હતી. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, તેઓએ લગભગ 400 કરોડ રૂપિયાની કિંમતનું 77 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.
The @IndiaCoastGuard in a joint Ops with ATS #Gujarat has apprehended one Pak Fishing Boat "Al Huseini" with 06 crew in Indian🇮🇳 waters carrying 77 kgs #heroin worth approx 400 crs
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) December 20, 2021
Boat brought to Jakhau for further investigation@PMO_NaMo @NIA_India @AjaybhattBJP4UK @ANI pic.twitter.com/W3Ahfb33vu
સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, બોટને વધુ તપાસ માટે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર ખાતે લાવવામાં આવી હતી.
આ વર્ષે એપ્રિલમાં પણ કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારતીય જળસીમામાંથી આઠ પાકિસ્તાની નાગરિકો અને આશરે રૂપિયા 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઈન લઈ જતી બોટ પકડાઈ હતી.
ગયા મહિને ATSએ ગુજરાતના મોરબી જિલ્લામાં એક નિર્માણાધીન મકાનમાંથી આશરે રૂપિયા 600 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું.
ભારતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં હેરોઈનનો સૌથી મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બે કન્ટેનરમાંથી લગભગ 3,000 કિલો ડ્રગ્સ જપ્ત કરી હતી, જેની વૈશ્વિક બજારમાં કિંમત 21,000 કરોડ રૂપિયા છે.












Click it and Unblock the Notifications
