For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 5.72 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો!

રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવ 23 જૂનથી 25 જૂન દરમિયાન યોજાયો હતો. આ ત્રિ દિવસીય કાર્યક્રમમાં ૫ લાખ ૭૨ હજાર બાળકોએ ધોરણ-૧માં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે, ર,૩૦ લાખ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો.

|
Google Oneindia Gujarati News

રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવ 23 જૂનથી 25 જૂન દરમિયાન યોજાયો હતો. આ ત્રિ દિવસીય કાર્યક્રમમાં ૫ લાખ ૭૨ હજાર બાળકોએ ધોરણ-૧માં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે, ર,૩૦ લાખ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો.

jitu vaghani

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી શાળા પ્રવેશોત્સવ અને ક્ન્યા કેળવણી અંગે માહિતી આપતાં જણાવ્યું હતુ કે, રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના 22 હજારથી વધુ ગામોની પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવી હતી. શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનની ૧૭મી શૃંખલા સંપન્ન થઇ છે.

શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે નાગરિકો દ્વારા આજે ત્રીજા દિવસે પણ અવિરત લોકસહકાર-દાન આપવામાં આવ્યુ છે. શાળા સંકુલોમાં માળખાગત સુવિધા વૃધ્ધિ માટે તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા સમાજ અગ્રણીઓ- સખાવતીઓએ આ અભિયાન દરમ્યાન દાનની જે સરવાણી વહાવી છે તે રૂ. ર૮.૫૩ કરોડ જેટલી થઈ છે. ત્રણ દિવસમાં રોકડ રૂ.૨.૫૪ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૨૬ કરોડની રકમનો લોકસહકાર મળી અંદાજે રૂ.૨૮.૫૩ કરોડનો લોકસહકાર આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે.

ત્રણ દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બે દિવસમાં રાજ્યભરમાં ૨૩૬૪ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.

English summary
5.72 lakh students got admission in the three-day school entrance ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X