વડોદરા જિલ્લામાં ૫.૯૫ લાખ લાભાર્થીઓને આયુષ્માન યોજનાનો લાભ મળ્યો!
વડોદરા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ તથા કોવિડ રસીકરણ પ્રિ-કોશન ડોઝ માટેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ તથા કોવિડ રસીકરણ પ્રિ-કોશન ડોઝ માટેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ૧૮થી ૫૯ વય જૂથ વચ્ચેના વ્યક્તિઓને વિના મૂલ્યે તમામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતેથી ડોઝ આપવામાં આવી રહ્યા છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા 10 સપ્ટેમ્બર સુધીમાં ડોઝ લેવા માટે જાહેર અનુરોધ કરાયો છે.

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં તૃતીય પ્રિકોશન ડોઝ અન્વયે ૨.૯૩ લાખ લોકોએ રસી લીધી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ દરેક પ્રાથમિક, અર્બન આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર, કોમન સર્વિસ સેંટરમાંથી 5 સપ્ટેમ્બર સુધીમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે કાઢી આપવામાં આવશે. જિલ્લામાં ૫.૯૫ લાખ આયુષ્માન કાર્ડ હેઠળ આરોગ્ય સુરક્ષા છત્રનો લોકો લાભ રહ્યાં છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયુષ્માન કાર્ડ નોંધણી અને કોરોના રસીકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સાથે બેઠક બોલાવી કામગીરીમાં વેગ લાવવા સૂચના આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
