For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસુ સત્ર મળશે, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસુ સત્ર મળશે, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

|
Google Oneindia Gujarati News

કોરોના કાળ વચ્ચે સરકારી કામો પણ ઠપ્પ થઈ ગયાં છે. ચોમાસુ સત્ર શરૂ થવામાં પણ ઘણો વિલંબ થયો છે. આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચોમાસુ સત્ર ચાલશે તેવો નિર્ણય લેવાયો છે. જો કે સત્ર શરૂ થાય તે પહેલાં તમામ ધારાસભ્યોના ટેસ્ટ કરવામાં આવશે.

pradip singh jadeja

જણાવી દઈએ કે આગામી 21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર શરૂ થશે. દરરોજ 8થી 10 કલાક સુધી સત્રમાં કામગીરી હાથ ધરાશે. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે અધ્યક્ષને વિનંતી કરી કે ટૂંકી મુદ્દતના પ્રશ્નોને જ સમાવેશ મળે તેવી અપીલ કરી છે. આ વિધાનસભામાં જૂદા જૂદા 24 પ્રકારના કાયદા અને કાયદાની અંદરના સુધારા લાવવામાં આવશે.

આની સાથે જ રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યું કે, બિનજરૂરી પ્રશ્નો ટાળવા વિધાનસભા અધ્યક્ષને અરજી કરવામાં આવી છે. કોરોનાના કાળમાં કોરોના વૉરિયર્સને બિરદાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચોમાસુ સત્ર દરમ્યાન આવા તમામ કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવામાં આવશે.

English summary
gujarat assembly monsoon session will start on 21st september । 21 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમસુ સત્ર શરૂ થશે
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X