For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતથી ગુજરાતને આ 6 લાભ થશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતથી ગુજરાતને અનેકગણો આર્થિક લાભ થશે એવી ઉજળી શક્યતાઓ વર્તાઇ રહી છે. આ બાબતના સંકેત એ વાત ઉપરથી કળી શકાય છે કે જાપાનમાં સોમવારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ઉપરાંત અમદાવાદ અને મુંબઇ બચ્ચેની બુલેટ ટ્રેન શરૂ કરવા અંગે પણ વાતચીત થઇ હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સોલર પાવર અને શિપ બ્રેકિંગ જેવા ક્ષેત્રોમાં પણ જાપાન તરફથી ટેકનિકલ અને આર્થિક સહયોગ મળશે.

આવો જાણીએ નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત ગુજરાત માટે કેવી રીતે લાભકર્તા બનશે...

1 - અલંગ શિપયાર્ડ અત્યાધુનિક બનાવાશે

1 - અલંગ શિપયાર્ડ અત્યાધુનિક બનાવાશે


વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગને જાપાનના ટેકનિકલ અને આર્થિક સહયોગની મદદથી અત્યાધુનિક બનાવાશે. ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં હાલ પ્રદૂષણ અને જોખમ મોટા પ્રશ્નો છે.

2 - દહેજ સેઝમાં વોટર ડિસેલિનેશન પ્લાન્ટ

2 - દહેજ સેઝમાં વોટર ડિસેલિનેશન પ્લાન્ટ


જાપાનીઝ ટેકનોલોજીની મદદથી જાપાન અને સિંગાપોરની સહયોગથી દહેજ સેઝમાં વોટર ડિસેલિનેશન પ્લાન્ટ બનાવાશે. જેની ક્ષમતા પ્રતિ દિવસ 336 મિલિયન લીટરની હશે.

3 - સોલર પાવર પ્લાન્ટમાં સહયોગ

3 - સોલર પાવર પ્લાન્ટમાં સહયોગ


જાપાન ગુજરાતમાં મોડેલ ફોર નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 10 મેગાવોટ કેનાલ ટોપ ગ્રિડ કનેક્ટેડ સોલર ફોટોવોલ્ટિક પાવર પ્લાન્ટ સ્થાપશે. આ માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA)તેની શક્યતા ચકાસશે.

4 - અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન

4 - અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન


અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશનને જાપાનનો સહયોગ મળશે. જેમાં જાપાન અર્બન માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ભારતમાં અમલી બનાવવામાં સહયોગ કરશે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે JICA તરફથી રૂપિયા 5900 કરોડની લોન મળશે.

5 - અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

5 - અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં શિંકાન્સેન સિસ્ટમની મદદથી ઝડપી ટ્રાન્સપોર્ટેશન માટે જાપાનનો સહયોગ માંગ્યો છે. આ માટે એક અભ્યાસ જાપાનના સહયોગથી કરવામાં આવશે. આ અભ્યાસ જુલાઇ 2015 સુધીમાં પૂરો થાય તેવી શક્યતા છે.

6 - DMICને લાભ

6 - DMICને લાભ


દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટનો 40 ટકા હિસ્સો ગુજરાતને ફાળે છે. આ પ્રોજેક્ટમાં નવી પેઢીના સ્માર્ટ કોમ્યુનિટિ પ્રોજેક્ટની રચના કેવી રીતે કરી શકાય તે અંગે જાપાન સાથે ચર્ચા કરવામાં આવી છે.

English summary
6 benefit Gujarat get from Narendra Modi's Japan visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X