ગુજરાતના 6 શહેર બનશે સ્માર્ટ સિટી, કેન્દ્ર સરકારે આપી કરોડોની ગ્રાંટ

કેન્દ્ર સરકારે ગુજરાતના 6 શહેરોને સ્માર્ટ સિટીમાં બદલવાનો નિર્ણય લીધો છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં અમદાવાદને સ્માર્ટ સિટીના રૂપમાં ઓળખાય છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના 6 શહેરોની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી કરી છે. કેન્દ્ર દ્વારા આ માટે 2 હજાર 326 કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવી છે.

Smart City

કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી યોજના અંતર્ગત રાજ્ય સરકારને કરોડોની ગ્રાંટ ફાળવી છે. જેમાં અમદાવાદમાં 459.34 કરોડ, ગાંધીનગરને 315.30 કરોડ, રાજકોટને 386.76 કરોડ, સુરતને 490 કરોડ, દાહોદને 293 કરોડ અને વડોદરા શહેરને 982 કરોડની ગ્રાંટ આપી છે.

સ્માર્ટ સિટીમાં સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેંસ, ટ્રાંસપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વેલંસ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારના અવસર જેવી સુવિધાઓ શામેલ છે. સ્માર્ટ સિટી પરિયોજનાથી શહેરોમાં વધતી ભીડ અને ટ્રાંસપોર્ટેશન ઓછી કરવી, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને પ્રદુષણ ઓછુ કરવુ છે. આ ઉપરાંત રોડ અકસ્માત રોકવા અને સાયકલ ચાલકો માટે અલગ રસ્તો બનાવવાની સુવિધા વિકસાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X