For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં નો રિપિટ થિયરીને આધારે 60 ટકા ધારાસભ્યોના પત્તા કપાશે

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 26 ઑક્ટોબર : સતત બે ટર્મ અને 11 વર્ષથી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આરૂઢ થયેલા નરેન્દ્ર મોદીને એન્ટિ ઇન્કમ્બન્સીનો ભય છે. આ આફતને ટાળવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં અડધાથી વધારે વર્તમાન ધારાસભ્યોના પત્તા કાપશે એમ માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમની નો રિપિટ ફોર્મ્યુલા માટે જાણીતા છે. આ વખતની ચૂંટણીમાં પણ તેઓ આ ફોર્મ્યુલાને અમલમાં મૂકશે. જો કે આ વખતે આ ફોર્મ્યુલાનો ભોગ નબળી કામગીરી કરનારા ધારાસભ્યોની સાથે જાણીતી માથાઓનો પણ ભોગ લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર 182 બેઠકોમાંથી 60 ટકા બેઠકો પર નરેન્દ્ર મોદી નો રિપિટ થિયરી અમલમાં મૂકી વર્તમાન ધારાસભ્યોના પત્તા કાપશે.

ચૂંટણીના જાણકાર સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીનું માનવું છે કે સરકારના કામથી નારાજ લોકો ધારાસભ્યોને મત નહીં આપે. આ કારણે તેઓ નવા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉભા રાખશે. જેમના પત્તાં કપાવાની શક્યતા છે તેમાં શહેરી વિસ્તારના ધારાસભ્યો પર મોટી કાતર ચાલશે.

આ કાતર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધારે ચાલશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ગુજરાતની ચૂંટણીઓ ખૂબ મહત્વની છે. આ ચૂંટણીમાં તેમના રાજકીય કદની પરીક્ષા થવાની છે. તેના જ આધારે તેમનું રાજકીય ભાવિ પણ નક્કી થશે.

English summary
60% of Gujarat BJP MLAs face axe by Narendra Modi's no repeat theory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X