
આ 7 લોકોએ ગુજરાતની શાન ભારતમાં વધારી, જાણો છો તેમને?
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતંત્ર દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. આ વખતે ભારતભરના 89 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો. ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીથી લઇને પી.વી. સિંધુ જેવા અનેક જાણીતા ચહેરાઓ સાથે ગુજરાતના 7 લોકોને પણ દેશના આ સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે આ સાત જણાં કોણ છે તે અંગે તો વિગતવાર જાણવું જ રહ્યું.
Read also: ગુજરાતના આણંદ ખાતે ઉજવાયો 68મો ગણતંત્ર દિવસ
આ વખતે શ્રી રત્ન સુંદર મહારાજને ધર્મ અને ભક્તિવાદ માટે પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવશે. તો સંગીત ક્ષેત્રે પુરુષોત્તમ ઉપાધ્યાયને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે વી.જી. પટેલ અને વિષ્ણુ પંડ્યાને પદ્મશ્રીથી નવાજાશે. મેડિકલ ક્ષેત્રે ડૉ. શુબ્રત્રો દાસ અને દેવેન્દ્ર પટેલને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે કોણ છે આ લોકો કેમ તેમને આ સર્વોચ્ચ સન્માન મળ્યું તે અંગે વિગતવાર વાંચો અહીં...
ગેનાભાઇ પટેલ
ગેનાભાઇ પટેલ એક દિવ્યાંગ ખેડૂત છે. ડીસા તાલુકામાં રહેતા આ ખેડૂતે ખેતીને તેવી નવી પદ્ધતિ વાપરીને દાડમનો મબલખ પાક ઉગાડ્યો છે. પેસ્ટ્રી ફ્રી, ઓર્ગેનિક દાડમ ગેના ભાઇના તેમના ખેતરમાં ઉગાડે છે. તેમણે આધુનિક ખેતીનો અદ્ઘભૂત ઉપયોગ કર્યો છે. ડ્રીપ ઇરીગેશન, મીની ટેક્ટર આવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમને જાતજાતના પાકના વાવેતર કરી પોતાના નામે દેશનું આ સર્વોચ્ચ સન્માન લીધુ છે.

શ્રી રત્ન સુંદર મહારાજ
જૈન આચાર્ય તેવા રત્ન સુંદર સૂરી મહારાજે ગુજરાતી ભાષામાં 300થી વધુ પુસ્તકો લખ્યા છે. નૈતિકતા અને આધ્યાત્મિકા વિષય પર મહારાજજી ભાષણ અને પુસ્તકો વાંચવા જેવા છે.
હાઇ વે મસીહા
ગુજરાતના 51 વર્ષીય ડૉક્ટર શુભ્રતો દાસ, ગુજરાતમાં "હાઇવે મસીહા"ના નામે જાણીતા છે. તેમણે પોતાની સાથે થયેલા અકસ્માત બાદ હાઇ વે પર ઇમરજન્સી સર્વિસીસની કેટલી જરૂરીયાત છે તે વાતને સમજતા લાઇફલાઇન ફાઇન્ડેશનની શરૂઆત કરી હતી. જે હાલ ગુજરાત સમતે ભારતના 4000 કિમીના હાઇવે પર પથરાયેલી છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. તેમના ફાઉન્ડેશનની મદદથી અકસ્માતની 40 મિનિટની અંદર જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જાય છે. તેમણે અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના પ્રાણ રોડ અકસ્માતમાં બચાવ્યા છે.
વિષ્ણુ પંડ્યા
આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે વી.જી. પટેલ અને પત્રકાત્વ અને સાહિત્ય ખાતે વિષ્ણુ પંડ્યાને પદ્મશ્રીથી નવાજાશે. તો સંગીત ક્ષેત્રે જાણીતા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે ખરેખરમાં આ તમામ લોકોએ ભારતભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.