For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના પ્રચાર માટે છેલ્લાં 10 વર્ષમાં 700 કરોડ ખર્ચાયા

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 24 મે : ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ના મહામંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઝડફિયાએ કહ્યું કે મુખ્‍યમંત્રીની જ પ્રસિદ્ધિ થાય તે માટે છેલ્લા 10 વર્ષમાં રૂપિયા 700 કરોડની જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ માહિતી ખાતાની જાહેરાતનું બજેટ આ ખર્ચ છુપાવવા માટે માત્ર રૂપિયા 10 થી 20 કરોડ બતાવવામાં આવ્‍યું છે અને બીજા ખર્ચાઓ રાજ્‍યના બોર્ડ/કોર્પોરેશનના હવાલે નાંખ્‍યા જેથી વિધાનસભામાં જવાબ ન આપવો પડે. ઝડફિયાએ 23 મે, 2013 ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતના મુખ્‍યમંત્રી દ્વારા રાજ્‍યની તિજોરી લુંટવવાના અનેક ઉદાહરણો આપ્યાં હતાં.

જાણો : ભારત માટે નરેન્દ્ર મોદીના 7 મહત્વનાં સપનાંજાણો : ભારત માટે નરેન્દ્ર મોદીના 7 મહત્વનાં સપનાં

જીપીપી ગુજરાત રાજ્‍યમાં લોકાયુક્‍તની રચના કરવા માટેની લડાઇ લડી રહી છે તેમ જણાવી ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે જો ગુજરાતમાં લોકાયુક્‍ત હોત તો આ તમામ બાબતો જાહેર થઈ હોત.સદ્‌ભાવના ઉપવાસમાં ખર્ચેલા રૂપિયા 165 કરોડ પણ સરકારી કાર્યક્રમના નામે વ્‍યક્‍તિગત અને ભાજપનો જ કાર્યક્રમ યોજાયો હતો તેના નાણાં પણ મુખ્‍યમંત્રી અથવા ભારતીય જનતા પાર્ટીએ રાજ્‍યની તિજોરીમાં ચુકવવા પડયા હોત.

કેન્‍દ્રની યુપીએ સરકારના 9 વર્ષ અને યુપીએ 2 સરકારના 4 વર્ષની ઉજવણી કોંગ્રેસે કરી તે સમયગાળો પણ ભ્રષ્ટાચારનો કલંકિત ઈતિહાસ રહ્યો. કોંગ્રેસે પોતાના ભ્રષ્ટાચારી નેતાઓને પાણીચા આપી દીધા.પરંતુ ભાજપે ભ્રષ્ટાચાર છાવરવા ગુજરાતમાં લોકાયુક્‍ત છેલ્લા 10 વર્ષથી ન નિમ્‍યા તે ખરેખર ગુન્‍હાહિત છે.

ઝડફિયાએ ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના પ્રસિદ્ધિના નુસ્‍ખાને ખુલ્લો પાડતાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ગાંધીનગરથી માણસા સુધી જવામાં મુખ્‍યમંત્રી હેલીકોપ્‍ટરનો ઉપયોગ કરીને રાજ્‍યના નાણાં બેફામ ઉડાવે અને હાલમાં સત્તામાં આવ્‍યા પછી પહેલીવાર ઈકોનોમી ક્‍લાસમાં હવાઈ મુસાફરી કરવાની સાદગી બતાવે તે ખરેખર પ્રજાએ સોશ્‍યલ મીડિયાદ્વારા અપાયેલા નામને સાર્થક કરે છે. ગુજરાત પરિવર્તન પાર્ટી હાલ મોદી સરકાર સામે આક્ષેપબાજીમાં વ્‍યસ્‍ત છે.

English summary
700 crore spent for Narendra Modi's publicity in last 10 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X