ગુજરાતના 71 કેદીઓ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકશેઃ હર્ષ સંઘવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જેલના કેદીઓની જેલ મુકિત અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ખૂબ ટૂંકા સમયગાળામાં ૭૧ જેલ કેદીઓની જેલ મુકિત દિવાળી પહેલા થતાં આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો માનવી શક્યા છે. આ નિર્ણયથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

harsh sanghvi

દિવાળીના તહેવાર પહેલા જેલ મુક્ત કરાયેલા કેદીઓની વિગત આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ૪૦ કેદીઓ, વડોદરા જેલમાંથી ૧૨, રાજકોટ જેલમાંથી ૪, લાજપોર જેલમાંથી ૮, નડિયાદ જેલમાંથી ૧, જૂનાગઢ જેલમાંથી ૧, ભરૂચ જેલમાંથી ૧, નવસારી જેલમાંથી ૧, મોરબી સબ જેલમાંથી ૧, ગોધરા સબ જેલમાંથી ૨ કેદીઓ મુક્ત કરાયા છે. જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક પણ આ નિર્ણય પાછળ મહત્વનું પરિબળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X