For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠામાં લોક અદાલતના માધ્યમથી ૭૭૯૪ કેસોનો નિકાલ કરાયો!

બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં દીવાની તથા ફોજદારી કેસોના 7794 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં યોજાયેલ આ લોક અદાલતના કારણે ઘણા માંડવાળ પાત્ર કેસોનો સુખદ નિકાલ કરાયો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં દીવાની તથા ફોજદારી કેસોના 7794 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં યોજાયેલ આ લોક અદાલતના કારણે ઘણા માંડવાળ પાત્ર કેસોનો સુખદ નિકાલ કરાયો હતો.

judge

જિલ્લામાં પ્રી-લીટીગેશનનાં ટ્રાફીક ચલણના ૩,૮૦૨ કેસો મળી, ૪,૨૪૯ કેસો સેટલ થયા હતા. જેના કારણે આશરે 5 કરોડ જેટલું વળતર કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો પૈકી ૨૩૦૧ કેસોનો નિકાલ થયો હતો અને ૧૯.૮૮ કરોડનું સેટલમેન્ટ થયું હતું. જયારે મોટર અકસ્માત વળતરનાં ૬૬ કેસોમાં સમાધાન થતાં ૩.૪૬ કરોડનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ, બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી- લીટીગેશનનાં મળી ૭૭૯૪ કેસોનો નિકાલ થયો હતો.

જિલ્લા કોર્ટમા ચાલતી અગીયાર વર્ષ જુની રેગ્યુલર દીવાની અપીલમાં લોક અદાલતમાં સમાધાન કરવામાં આવતાં આશરે સોળ વર્ષ જુના વિવાદનો અંત લાવી સુખદ સમાધાન થતાં બંને પરીવારો વચ્ચે આનંદ અને ખુશીની લહેર વ્યાપી હતી. લોક અદાલતનો મુળભૂત સિધ્ધાંત ''ના કોઈનો વિજય અને ના કોઈનો પરાજ્ય’’ સાર્થક થયો હતો.

English summary
7794 cases were disposed of through Lok Adalat in Banaskantha!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X