For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી ગુજરાતમાં કરશે 1 લાખ કરોડનું રોકાણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 જાન્યુઆરી: દેશમાં રોકાણ કરવા માટે સારા પ્લેટફોર્મના રૂપમાં વિશેષ ઓળખ બની ચૂકેલા વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ સંમેલન (વાઇબ્રન્ટ સમિટ)નું રવિવારે રાજધાની ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી શરૂઆત થશે. તેના માટે ગાંધીનગર તથા અમદાવાદમાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સાતમી વાઇબ્રન્ટ સમિટનો શુભારંભ કરશે.

Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના અંશો

વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ફ્રાંસની ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. ભારત આ ઘડીએ ફ્રાંસની સાથે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આતંકવાદ આખી દુનિયા માટે મોટી સમસ્યા બની ગયો છે. દુનિયામાં આતંકવાદ ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વાઇબ્રન્ટ કાર્યક્રમમાં દેશ-દુનિયાના લોકો ભેગા થયા છે એવું લાગી રહ્યું છે કે આખુ વિશ્વ એક પરિવારમાં જોડાઇ ગયું છે. આજે આપણે એક પરિવાર માફક બેસ્યાં છીએ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું વડાપ્રધાન બન્યા બાદ ભારતના દૂરના ગામડાઓની મુલાકાત કરી, વિદેશ યાત્રા પર પણ ગયો. મેં જોયું કે આખી દુનિયામાં ભારતની સાથે જોડાવવાની લાલસા છે. વિદેશ યાત્રા દરમિયાન મેં નોધ્યું કે દુનિયામાં ભારત પ્રત્યે સન્માનનો ભાવ છે.

દુનિયાના દેશ આપણી સાથે કામ કરવા માટે આગળ આવી રહ્યાં છે. ભારત ગરીબીથી માંડીને પારિસ્થિતીક સુધી જોડાયેલા મુદ્દાઓ પર વૈશ્વિક નેતાઓ સાથે મળીને કામ કરવા માંગે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ સૌથી મોટી ચિંતા, તેમાં સ્થિરતા લાવવી અને તેમાં નરમાઇથી બહાર આવવાનો રસ્તો કાઢવાની જરૂરિયાત. આપણે સ્વસ્થ અને સમાવેશી આર્થિક વૃદ્ધિની દિશામાં કામ કરવાનું છે. વડાપ્રધાને યોગને દુનિયામાં માન્યતા આપવા માટે યૂએનના મહાસચિવ વાન કી મૂનને આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે યોગ આપણા જીવન માટે સારા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશ્ન કર્યો કે ભારતમાં રોકાણ કેમ. રોકણા એટલા માટે કરો કારણ કે ભારત ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાંડ છે. તેમણે દુનિયાને ભારતમાં રોકાણનું આમંત્રણ આપ્યું છે. નરેન્દ્ર મોદીએ દુનિયાના દેશોને આશ્વાસન આપ્યું છે કે જો ભારતમાં કોઇ પણ સમસ્યા નડે છે તો સરકાર તેમની મદદ કરશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી સરકારે મંગળ સુધી આપણી પહોંચ બનાવી છે. મંગળ સુધી પહોંચવા માટે માત્ર સાત રૂપિયા પ્રતિ કિલોમીટરનો ખર્ચ આવ્યો છે કે હૉલીવુડમાં બનનાર એક ફિલ્મમાં જેટલો ખર્ચ થાય છે તેનાથી પણ ઓછો છે. મોદીએ દુનિયાના દેશોને આઇડિયા, ઇનોવેશન અને ઇંવેસ્ટમેંટ માટે આમંત્રિત કર્યા છે. વડાપ્રધાને ભારતમાં ઉત્પાદ્ના અને મજરી પર નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ભારતમાં ઉત્પાદન ઓછું થાય છે એટલા માટે અહી મજૂરી દર પણ ઓછો છે.

- તમામ બેંકોના પ્રમુખોને વિકાસશીલ દેશોના વિકાસમાં મદદની અપીલ કરી.

- મોદીએ કહ્યું કે ભારત વસુધૈવ કુટુંકમની વકાલત કરે છે અને ગત પોતાના તમામ સંબોધનોમાં મેં આ વાત કહી છે. અને આજે 100થી વધુ દેશોના પ્રતિનિધિ એક છત નીચે ભેગા થયા છે.

- મોદીએ કહ્યું કે કેટલાક લોકોના સપના કેટલાક લોકોના નિર્દેશોથી પુરા થાય છે. પરિવારમાં તમામ એવી વાતો હોય છે જેનાથી સભ્યોને લાભ થાય છે.

- ધરતીને સારી રીતે રહેવાનું સ્થળ બનાવવાનો પ્રયત્ન છે.

-તેમણે કહ્યું કે ગુજરાતમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે. અહીં તહેવારોની સિઝન છે.

- આપણે હવે ગ્લોબલ ઇકોનોમી વિશે વિચારનું છે. આપણે સ્થાયી અને બધાના વિકાસના માર્ગે ચાલવું છે.

- તેમણે કહ્યું કે અમારી સરકાર લોકો વચ્ચે વિશ્વાસ પેદા કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે વિચારસણીમાં ફેરફાર કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યાં છે.

- મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કિમ યોંગની પ્રશંસા કરી જેમણે યોગને આખી દુનિયામાં માન્યતા અપાવવાનું કામ કર્યું.

- તેમણે કહ્યું કે સતત પ્રયત્નના લીધે ગુજરાતમાં દેશી વિદેશી રોકાણકારો રૂચી વધી છે. તેમણે કહ્યું કે તમામ રાજ્યોએ આવા પ્રયત્નની શરૂઆત કરી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પણ બધા રાજ્યોની આ ચળવણમાં મદદ માટે પ્રતિબદ્ધ છે.

- નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી સંસ્કૃતિનું સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. તેની સાથે આપણે વિકાસના માર્ગ પર જઇશું. આપણે જે પણ કરીશું આપણી વિચારધારા એવી જ હશે.

- ભારતીય લોકતંત્રમાં માર્ચ 2014 રાજકીય પરિવર્તનની ઐતિહાસિક પળ હતી. 30 વર્ષ બાદ એક પાર્ટીને લોકોએ બહુમતી સરકાર આપી. આ પરિવર્તન માટે વોટ હતા.

- વિકાસ માટે વોટ હતો. સંશયને દૂર કરવા માટે વોટ હતો.

- તેમણે કહ્યું કે આપણે પરિવર્તનની પ્રક્રિયામાં છીએ. વર્ક કલ્ચરને બદલવાની પ્રક્રિયામાં છે.

- અમે યોજના પંચને બદલીને નીતિ પંચ બનાવી દિધી છે.

- વિમા ક્ષેત્ર અને મેડિકલ ડિવાઇસમાં રોકાણની મર્યાદા વધારી છે.

- પોર્ટ્સ બનાવવામાં આવી રહ્યાં છે. લો કોસ્ટ એરપોર્ટ બનાવવાની સંભાવના શોધવામાં આવી રહી છે.

- ઇંફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. નાના શહેરોને કેન્દ્રમાં રાખીને પણ યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

જૉન કેરીએ કરી મોદીની પ્રશંસા

અમેરિકાના વિદેશ મંત્રી જૉન કેરીએ વાઇબ્રન્ટ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી. જૉન કરીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનવાની યાત્રા ખૂબ પ્રશંસનીય છે. નરેન્દ્ર મોદી સામાન્ય વ્યક્તિ છે. તેમણે ગુજરાતને સંભવનાઓનું રાજ્ય ગણાવ્યું છે.

જૉન કરીએ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા પર કહ્યું, બરાક ઓબામાએ પોતાની ભારત યાત્રાને લઇને ખૂબ ઉત્સાહિત છે. ગણતંત્ર દિવસમાં ભાગ લેવા માટે બરાક ઓબામા ખૂબ ઉત્સાહિત છે. જૉન કરીએ વડાપ્રધાનના ગૃહનગર આવીને તેમને ખૂબ સારું લાગ્યું. નરેન્દ્ર મોદી એક નાનકડા રાજ્યમાંથી નિકળીને દેશના વડાપ્રધાન બનવું એ વાતનું સૂચક છે કે ભારત બદલાઇ રહ્યું છે.

jhon-modi

- આદિત્ય બિરલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે ગુજરાત અમારા માટે મનપસંદ જગ્યા છે. તેમણે કહ્યું કે આદિત્ય બિરલા સમૂહ ગુજરાતમાં સીમેન્ટ અને અન્ય કારખાનાઓના વિસ્તારમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

- સુઝુકી મોર્ટર્સના ચેરમેન ઓસામૂ સુઝુકીએ કહ્યું, ગુજરાતમાં સારી માળખાગત સુવિધાઓ તથા અન્ય પ્રદેશોની તુલનાએ નિર્ણય પ્રક્રિયા સારી હોવાથી અમે નવા કારખાના માટે આ રાજ્યને પસંદ કર્યું છે.

- રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા કાર્યક્રમોથી દેશમાં એક નવો ઉત્સાહ આવી ગયો છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વૃદ્ધિ કરનાર અર્થવ્યવસ્થા બની શકે છે. તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતમાં 100,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

તેમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)ના મહાસચિવ બાન કી મૂન, અમેરિકાના વિદેશ મંત્રી જૉન કેરી, બે દેશોના રાષ્ટ્ર પ્રમુખ ભૂટાનના વડાપ્રધાનમંત્રી શેરિંગ ટોબ્ગે, મેસોડેનિયાના વડાપ્રધાન નિકોલા ગ્રુવસ્કી સહિત 35 દેશોના 1829 પ્રતિનિધિ ભાગ લઇ રહ્યાં છે. વિદેશોના 29 મંત્રી, 26 દેશોના રાજદૂતો ભાગ લેવાના છે. સૌથી મોટા 167 સભ્યોનું પ્રતિનિધિમંડળ બ્રિટનનું છે, ત્યારબાદ જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપુરના સોથી વધુ પ્રતિનિધિઓ આવી રહ્યાં છે. તેમાં મોટાભાગના પહોંચી ચૂક્યાં છે અને કેટલાકનું આગમન ચાલુ છે. કેન્દ્ર સરકારના 11 મંત્રી પણ તેમાં ભાગ લઇ રહ્યાં છે.

ત્રણ દિવસીય સાતમી વાઇબ્રન્ટ સમિટમાં આઠ દેશ ભાગીદાર છે, તેમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, કેનેડા તથા નેધરલેંડ (હોલેંડ) સામેલ છે. તેમાં ઘણા દેશોના સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે તેમાં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપુર, નેધરલેંડ, સ્વિડન, કેનેડા, યૂએઇ, ઇઝરાયેલ, બહરીન, પોલેંડ, અફઘાનિસ્તાન તથા અસ્ટ્રાખાન પ્રદેશનો સેમિનાર સામેલ છે.

modi-2015

દસ થીમ પર સેમિનાર
સમિટ દરમિયાન દસ થીમ સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે. જેમાં ડિફેંસ, ફૂડ પ્રોસેસિંગ, ઇનોવેશન, એસએમઇ, સ્માર્ટસિટી, વોટર સિક્યોરિટી, સસ્ટેનેબલ એનર્જી ફોર ઑલ, હેલ્થ ફોર ઓલ, ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા પણ સામેલ છે.

''મનુષ્ય બડા મહાન હૈ'' ગીતા દ્વારા થશે શુભારંભ
વાઇબ્રન્ટ સમિટ-2015નો શુભારંભ 'મનુષ્ય બડા મહાન હૈ...'' ગીતા દ્વારા થશે. ગુજરાતની ટીમ આ ગીતને ઉદઘાટન સમારોહ વખતે કરશે.

મોદીએ પોતાની કરી સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગાંધીનગર પહોંચીને રવિવારે શરૂ થઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2015ની તૈયાર વ્યવસ્થાને લઇને પોતાની સમીક્ષા કરી. ત્યારબાદ તે સિલેક્ટેડ ઉદ્યોગપતિ તથા કંપનીઓના કર્મચારી અધિકારીઓ સાથે પણ બેઠક કરી, જેમને ગત મહિનાથી નવી દિલ્હીમાં મળવું સંભવ રહ્યું ન હતું.

જાણકારી અનુસાર મહાત્મા મંદિરમાં સાતથી 13 જાન્યુઆરી સુધી નિર્ધારિત પ્રવાસી ભારતીય સંમેલન તથા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2015 માટે મોદીનો 8 અને 11 જાન્યુઆરીના રોજ ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ છે. આ પહેલાં તે ગુરૂવારે પીડીબીનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમને ખબર પડી કે પીડીબીની વ્યવસ્થા નબળી હોવાના લીધે મહેમાનો તથા વિદેશથી આવેલા ઉદ્યોગપતિઓને મુશ્કેલી વેઠવી પડી હતી. તેના લીધે ગુજરાત સહિત દેશની છબિ પર વિપરીત અસર પડી. કહેવામાં આવી રહ્યું છે

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમના ગૃહ રાજ્યના ઘણા ઉદ્યોગપતિઓ પણ વડાપ્રધાનમંત્રીને દિલ્હીમાં મળવું શક્ય બનતું ન હતું. આ બંને કારણોના લીધે મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરીને શનિવારે બપોરે વાયુસેનાના વિમાન દ્વારા અમદાવાદ પહોંચ્યા ત્યાંથી સીધા સચિવાલય પહોંચ્યા.ત્યારબાદ સ્વર્ણિમ સંકુલ સચિવાલયમાં મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારના અધિકારીઓની સાથે બેઠક કરીને વાઇબ્રન્ટ સમિટના મહેમાનો તથા કાર્યક્રમની વ્યવસ્થાને જાતે સમીક્ષા કરી. ત્યારબાદ સિલેક્ટેડ ઉદ્યોગપતિ સાથે બેઠક કરી.

vidhansabha

સુરક્ષા ઘેરામાં સચિવાલય
પ્રદેશનાઅ મુખ્યમંત્રીના રૂપમાં ગત 20 મેના રોજ રાજ્યના કેબિનેટની અંતિમ બેઠકને લઇને લગભગ આઠ મહિના બાદ સચિવાય ગયેલા નરેન્દ્ર મોદીના લીધે સચિવાલયની આકરી સુરક્ષા ઘેરામાં લેવામાં આવ્યું હતું. જો કે શનિવારે રજા હોવાથી સચિવાલયમાં મોટાભાગની ઓફિસો બંધ હતી, પરંતુ વાઇબ્રન્ટ સમિટની વ્યવસ્થા સાથે જોડાયેલા વિભાગોના અધિકારી કર્મચારીને તાબડ તોડસ્ત્ર વિશેષ વીવીઆઇપી વ્યવસ્થા પરિચય પત્ર હાજર રાખવામાં આવ્યા હતા.

English summary
The 7th Vibrant Gujarat Summit is expected to be bigger than its previous editions with Narendra Modi now the Prime Minister. Here is the lowdown on the event that begins in the state capital on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X