ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
  • search

પડતર પ્રશ્નોના મુદ્દે ગુજરાતના 8 લાખ સરકારી કર્મીઓ માસ C.L પર

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    gujarat map
    ગાંધીનગર, 27 સપ્ટેમ્બર: છટ્ઠા પગાર પંચને લાગુ કરવાની માંગ સાથે ગુજરાત સરકારના અંદાજે 8 લાખ જેટલા કર્મચારીઓ ગુરુવારે માસ સીએલ પર ઉતર્યા છે. આ નિર્ણય ગુજરાત રાજ્ય કર્મચારી સમિતિ અને ઓલ એમ્પ્લોય યુનિયન્સને એકઠા કરતી સંસ્થા અંબ્રેલા દ્વારા લેવામાં આવ્યો છે. જો કે, નવા સચિવાલય એસોશિએશનના 2500 કર્માચારીઓ તથા પ્રોબેશન પર રહેલા બે લાખ કર્મચારીઓ આ માસ સીએલ હડતાળમાં જોડાયા નથી.

    ટ્રાન્સફર ઓર્ડર્સ અને અન્ય કેસોને વિડ્રો કરવામાં નહીં આવે. મંત્રીઓનો સમૂહ અને સેક્રેટરી, જનરલ એડમિનિસ્ટ્રેશન સાથેની બેઠકનો બહિષ્કાર સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. માસ સીએલમાં જોડાયેલા કર્મચારીઓમાં ઓફિસર રેન્કિંગના ડેપ્યુટી કલેક્ટર અને તેમની નીચેના અધિકારીઓ, શિક્ષકો, ડોક્ટર્સ, યુનિવર્સિટીના કર્મચારીઓ, જ્યૂડિસરી સ્ટાફ, સચિવાલયના કર્મચારીઓ, પંચાયત, સિવિક બોડીઝ, બોર્ડ્સ અને કોર્પોરેશન્સ છે.

    નોંધનીય છે કે, ગુજરાતના તાજેતરના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે 14 કર્મચારી અને અધિકારી એસોશિએશન એકઠાં થયા છે અને પોતાની શક્તિનો પરચો બતાવી રહ્યાં છે.

    ગુજરાત રાજ્ય કર્મચારી સમિતિના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલે ગુરુવારે ગાંધીનગરમાં નવા સચિવાલય, અમદાવાદમાં અપના બજાર, એલડી એન્જીનિયરિંગ કોલેજ અને રાટીઓ તથા અન્ય જિલ્લાઓના હેડક્વાર્ટર્સ ખાતે ગુરુવારે ધરણા કરવા માટે કર્મચારીઓને જણાવ્યું છે.

    English summary
    The strike is being organised by the Gujarat Rajya Karmachari Samiti, an umbrella organization which has brought all employee unions together.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more