વાઇબ્રન્ટ ગુજરાત પહેલા વધુ 8 MoU થયા, 5115 કરોડનું રોકાણ આવશે

આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં રાજ્યકક્ષાએ MoU થઈ રહ્યા છે.

રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૪૭ MoU ૨૫,૯૪પ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.

MoU

આ શૃંખલાને આગળ ધપાવતા ગુરુવારે વધુ ૮ એમઓયુ. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે કર્યા હતા.

આ અંતર્ગત ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં મેડિકલ ડિવાઈસીસ એન્ડ બાયોલોજીકલ મેન્યુફેક્ચરિંગ, દવાઓ અને ઇન્જેક્શન, ટેબલેટ, કેપ્સ્યુલ, બલ્ક ડ્રગ ઉત્પાદન માટેના કુલ ૧૭૭૦ કરોડના રોકાણોના એમઓયુ કરવામાં આવ્યા હતા.

આના પરિણામે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સમગ્રતયા ૧૦,૮૦૦ જેટલા સંભવિત રોજગાર અવસર મળતા થશે.

આ એમઓયુ અન્વયેના ઊદ્યોગો પોતાના એકમો સંભવતઃ ૨૦૨૪ અને ૨૦૨૫માં શરૂ કરશે. વાપી, વાઘોડિયા, સાવલી, વાલીયા, પાનોલી, બાવળામાં આ ઊદ્યોગો શરૂ થવાના છે.

ફાર્માસ્યુટિકલ સેક્ટર ઉપરાંત એન્જિનિયરિંગ, ઓટો એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ સેક્ટરમાં રૂપિયા ૩ હજાર કરોડના રોકાણો તથા લોજિસ્ટિક્સ પાર્ક માટે રૂપિયા ૨૦૫ કરોડ અને મેન મેઈડ સ્પિનિંગ યાર્નના ફેબ્રિક ઉત્પાદન માટે ૧૪૦ કરોડના રોકાણો માટે એમઓયુ. કરવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X