અરૂણ જેટલી આવશે ગુજરાત, ગિફ્ટ સિટીને લઇને કરશે મોટી જાહેરાત

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બસોની હડતાળ, રીક્ષાના ભાડા બમણા

બસોની હડતાળ, રીક્ષાના ભાડા બમણા

એએમટીએસના કર્મીઓની હડતાળને પગલે રિક્ષાચાલકોએ ભાડા વધારી દીધા, મુસાફરોને હાલાકી. ભાડુ વધુ નહી વસુલવા રિક્ષાચાલકોને રિક્ષા યુનિયનની અપીલ.

પેટ્રોલપંપ ડીલરો કરશે હડતાળ

પેટ્રોલપંપ ડીલરો કરશે હડતાળ

10-11 એપ્રિલે પેટ્રોલપંપ ડીલરો કરશે હડતાળ. ઓઈલ કંપનીઓ સાથે પડતર માગને લઈને કરાશે હડતાળ. 11 તારીખે 10થી સાંજે 6 ખુલ્લા રહેશે પેટ્રોલપંપ.

અરુણ જેટલી 10મીએ ગુજરાતની મુલાકાતે

અરુણ જેટલી 10મીએ ગુજરાતની મુલાકાતે

નાણાં પ્રધાન અરુણ જેટલી 10મીએ ગુજરાતની મુલાકાતે. ગિફ્ટ સિટીને લઇને મોટી જાહેરાત કરે તેવી સંભાવના.

પ્રાંત અધિકારી લાંચ લેતા ઝડપાયા

પ્રાંત અધિકારી લાંચ લેતા ઝડપાયા

ધ્રોલના પ્રાંત અધિકારી દિનેશભાઈ હડિયા લાંચ લેતા ઝડપાયા. રૂ.1.60 લાખની લાંચ લેતા ઝડપાયા. જમીનને બિનખેતી કરવા માગી હતી લાંચ.

માર્કેટયાર્ડના બે ગોડાઉનમાં લાગી આગ

માર્કેટયાર્ડના બે ગોડાઉનમાં લાગી આગ

માર્કેટયાર્ડના બારદાનના બે ગોડાઉનમાં મોડી રાત્રે લાગી આગ. આગમાં લાખોનો મુદ્દામાલ બળીને ખાખ. ડીસા-પાલનપુરના ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લીધી.

બિયરની 1416 બોટલ ઝડપાઇ

બિયરની 1416 બોટલ ઝડપાઇ

નવસારી એલસીબીએ દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો, એલસીબીએ દારૂ બિયરની 1416 બોટલ ઝડપી પાડી. કુલ રૂ. 2.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

દિયોદર માર્કેટયાર્ડ સમિતિની ચૂંટણી

દિયોદર માર્કેટયાર્ડ સમિતિની ચૂંટણી. આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. 2926માંથી કુલ 2684 લોકોએ મતદાન કર્યું. આવતી કાલે પરિણામ.

હડતાળનો મામલો સીએમ સુધી પહોંચ્યો

હડતાળનો મામલો સીએમ સુધી પહોંચ્યો

મ્યુનિ. કોર્પો.ના કર્મચારીઓની હડતાળનો મામલો સીએમ આનંદીબહેન પટેલ સમક્ષ પહોંચ્યો. પ્રભારી શંકરભાઇ અને આઇ. કે. જાડેજા કોર્પો.માં પહોંચ્યા.

12માંથી 8 ખરડાઓને રાજ્યપાલની મંજૂરી

12માંથી 8 ખરડાઓને રાજ્યપાલની મંજૂરી

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સત્તા પક્ષ દ્વારા પસાર કરાયેલા 12 ખરડાઓમાંથી 8 ખરડાઓને રાજ્યપાલ ઓપી કોહલીએ મંજૂરી આપી છે.

આઠ લાખના હીરાની ચોરી

આઠ લાખના હીરાની ચોરી

સુરતનાં વરાછા વિસ્તારમાં કોહીનૂર સવાણી એસ્ટેટ નામના હીરાના કારખાનામાંથી અજાણ્યા તસ્કરો તિજોરીને ગેસ કટર વડે કાપી તેમાંથી રૂ. 8 લાખથી વધુની કિંમતના હીરાની ચોરી કરી ભાગી છુટ્યા છે, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.

પાણીનો કકળાટ

પાણીનો કકળાટ

ઉનાળાની શરૂઆત સાથે ગરમી અને પાણીની અછત લોકોનું જીવવું હરામ કરી નાખે છે. વડોદરમાં પાણીની અછત સર્જાતા મહિલાઓ પાણીની ટાંકી પર ચડી જઇને માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X